દરબારગઢ ચોકીના પોલીસ કર્મચારી સામે અદાલતમાં નાેંધાવાતી ફરીયાદ

August 11, 2017 at 1:49 pm


જામનગરના કાલાવડ નાકા બહાર રહેતા પાનની દુકાનવાળાને જુગારના ખોટા કેસમાં ફીટ કરી લઇ પિતા પુત્રને મારકુટ કરીને ધાક ધમકી આપ્યાની જામનગરની અદાલતમાં દરબારગઢ ચોકીના પોલીસ કર્મચારી સામે ફરીયાદ કરવામાં આવતા ચકચાર વ્યાપી છે આ બનાવમાં પોલીસ અધિકારીને ખુલાશો રજુ કરવા કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવેલ છે.

આ કેશની હકીકત એવી છે કે કાલાવડ ગેટ રોડ કસાઇના કબ્રસ્તાન પાસે રહેતા અને પાનની દુકાન ધરાવતા છોટાલાલ માવજી પરમાર તા. 5-8 ના રોજ રાત્રીના એક વાગ્યાના અરસામા પોતાના ઘરમા સુતા હતા ત્યારે દરબારગઢ પોલીસ ચોકીના પોલીસ કર્મચારી સુખુભા ઉર્ફે સુખદેવસીહ જાડેજાએ છોટાલાલના ઘરનો દરવાજો ખખડાવી જગાડેલ અને ધરમાંથી બહાર કાઢી છોટાલાલને ઝાપટ, ઢીકાપાટુનો માર મારેલ તેને બચાવવા માટે છોટાલાલના પત્ની મહાદેવીબેન વચ્ચે પડતા તેઆેને પણ ધકકો મારી પછાડી દીધેલ ત્યારબાદ છોટાલાલને દરબારગઢ ચોકીએ લઇ ગયેલ અને જયાં કહેલ કે તમારા એરીયામા જુગાર કયાં રમાય છે તે અમને કહો નહીતર તમને જુગારના કેશમાં ફીટ કરી લઇશુ તેવી ધાકધમકી આપી સુખુભા દ્વારા છોટાલાલને ચામડાના પટ્ટામાથી માર મારવા લાગેલ છોટાલાલના પુત્ર દીવ્યેશને શરીરે મારકુટ કરી જુગારનો ખોટો કેશ દાખલ કરી લોકઅપમાં પુરી દીધો હતો.

ત્યારબાદ જામીન મુકત કરવા માટે છોટાલા પાસે 15 હજારની માંગણી કરેલ તૈસા નહી આપો તો જામીન પર મુકત નહી થવા લઇ તથા ધાકધમકી આપેલ કે હજુ બીજા કેશોમાં પણ તને અને તારા આખા ઘરને ફસાવી દેશુ તેવી ધમકી આપી પિતા પુત્રને ખોટા કેસમાં સંડોવી દીધેલ ત્યારબાદ બીજા દીવસે 6-8-17 ના રોજ મોડીરાત્રીના જામીનમુકત કરેલા. ત્યારબાદ છોટાલાલને મારકુટના કારણે દુઃખાવો થતો હોય જી.જી. હોસ્પીટલ જામનગરમાં એમએલસી કેશ નં. 6567-17 થી સારવાર કરાવેલ ત્યારબાદ પોલીસ અધીક્ષક જામનગરને લેખીત ફરીયાદ અરજી કરેલ હતી.

આ રીતે છોટાલાલને ખોટા ગુન્હામાં સંડોવી લઇ તેને તથા તેના પુત્રને તેમજ પત્નીને મારકુટ કરી અપશબ્દો કહી ધાકધમકી આપી ગેરકાયદેસર પૈસાની માંગણી કરી જામીનલાયક ગુન્હામાં જામીન મુકત ન કરી આઇપીસી કલમ 323, 342, 504, 506(1) મુજબ જામનગરની અદાલતમાં ફરીયાદ દરબારગઢ પોલીસચોકીના પોલીસ કર્મચારી સુખુભા સામે દાખલ કરતા જામનગર એડી. ચી. જયુડી. મેજી. શેખ દ્વારા ઇન્કવાવરી ફરીયાદ રજીસ્ટરે લેવાનો હુકમ કરેલ છે આ બનાવ બાબતે છોટાલાલે ડીએસપી જામનગરને લેખીત ફરીયાદ આપેલ હોય પ્રાે. કોડ કલમ 210 મુજબ ડીએસપી જામનગરનો ખુલાસો રજુ કરવાનો હુકમ ફરમાવેલ છે. ફરીયાદી તરીકે વકીલ બળવંતભાઇ જે. બુધ્ધભટ્ટી, નીખીલ બી. બુધ્ધભટ્ટી, પીયુશ જે. પરમાર રોકાયા છે.

print

Comments

comments

VOTING POLL