દરિયાપુર તંબુ ચોકી પાસેની કચરાપેટીમાંથી ૧૫ જેટલા ડબ્બા બોંબ મળી આવતા ચકચાર

October 7, 2017 at 11:44 am


દિવાળીના તહેવાર આડે હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે તેવા સમયે અમદાવાદ શહેરમા અરાજકતા ફેલાવવાના ઈરાદા સાથે અજાણ્યા તત્વો દ્વારા શહેરના અતિસંવેદનશીલ એવા દરિયાપુર વિસ્તારમા આવેલી તંબુચોકી પાસેની કચરાપેટીમા ૧૫ જેટલા ડબ્બાબોંબ મુક્યા હોવાની જાણ થતા જ આ બોંબને નિષ્ક્રીય કરી દેવામા આવ્યા છે.

આ અંગે મળતી માહિતી મુજબ,અમદાવાદ શહેરમા આવેલા દરિયાપુર વિસ્તારની તંબુ ચોકી પાસેની કચરાપેટીમા ૧૫ જેટલા બોંબ છુપાવવામા આવ્યા હોવાની બાતમી બોંબ ડીસપોઝલ સ્કવોર્ડને મળતા આ ટીમ દરિયાપુર પોલીસને સાથે રાખી તંબુચોકી વિસ્તારમા પહોંચી ગઈ હતી જ્યાં સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સવારે ૮ ના સુમારે તમામ બોંબનો નાશ કરવામા આવ્યો હતો.દિવાળી અગાઉ શહેરમા દહેશત ઉભી કરી અરાજકતા ફેલાવવાના ભાગરૂપે આ બોંબ કોણે કચરાપેટીમા નાંખ્યા આ મામલે હવે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામા આવી છે.

print

Comments

comments

VOTING POLL