દરેક ફોર્મેટમાં ઈંગ્લેન્ડને કચડી કોહલીસેનાએ પૂરી ‘લગાન’ વસૂલી…

February 2, 2017 at 11:26 am


‘ક્રિકેટ’ શબ્દ સાંભળતાં જ બાળકથી માંડી અબાલવૃધ્ધ સુધીમાં રોમાંચ પ્રસરી જાય છે તે ક્રિકેટની રમતને જન્મ આપ્નારી ઈંગ્લેન્ડની ટીમને દરેક ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાએ કચડી પૂરતી ‘લગાન’ વસૂલ કરી લીધી છે. આ એ જ ઈંગ્લેન્ડની ટીમ છે જેની સામે ટીમ ઈન્ડિયાએ ઘણી વખત શરમજનક હારનો સામનો કરવો પડયો છે. પહેલાં ટેસ્ટ, ત્યારબાદ વન-ડે અને આ બન્ને ફોર્મેટમાં રહી ગયેલી કસર ટીમ ઈન્ડિયા ટી-20 શ્રેણીમાં પૂરી કરી દીધી છે. આમ તો ત્રણેય ફોર્મેટની જીતમાં આખી ટીમનો સિંહફાળો રહ્યો છે પરંતુ આ મેચો દરમિયાન ભારતને અનેક ચમકતાં સીતારા પણ મળ્યા છે જે આગળ જતાં ટીમ ઈન્ડિયાને વધુ ઉંચાઈ પર લઈ જશે. આ ખેલાડીઓમાં જયંત યાદવ, કેદાર જાધવ, ઋષભ પંત, યજુવેન્દ્ર ચહલ સહિતનાનો સમાવેશ થાય છે.
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે સૌથી પહેલાં પાંચ ટેસ્ટ મેચની શ્રેણીનો પ્રારંભ થયો હતો જેનો પ્રથમ મેચ રાજકોટમાં રમાયો હતો. જો કે આ મેચ ડ્રો રહેતાં ટીમ જીતથી પોતાનું ખાતું ખોલાવી શકી ન હતી પરંતુ આ પછીના ચારેય મેચમાં ઈંગ્લેન્ડને દરેક ક્ષેત્રે હંફાવી ભારતે ચારેય મેચ જીતી લીધા હતાં. આ શ્રેણીમાં ચેતેશ્ર્વર પુજારા, વિરાટ કોહલી જેવા બેટસમેનો અને ટીમ ઈન્ડિયાના ‘ટ્રમ્પ કાર્ડ’ આર.અશ્ર્વિન અને રવિન્દ્ર જાડેજાનો ધારણા કરતાં સારો દેખાવ રહ્યો હતો.

ટેસ્ટ શ્રેણી પૂરી થયા બાદ ટીમે વન-ડે માટેની તૈયારી શ કરી હતી ત્યાં જ અચાનક કેપ્ટન કુલ તરીકે જાણીતા મહેન્દ્રસિંહ ધોનીએ કેપ્ટનસીનો તાજ છોડી દેતાં આ જવાબદારી પણ વિરાટ કોહલી ઉપર આવી હતી અને નવી જવાબદારી સાથે કોહલીસેનાએ વન-ડે રમવાનું શ કર્યું હતું. ત્રણ વન-ડેની શ્રેણીમાં ભારતે એક મેચમાં પરાજયનું મોઢું જોવું પડયું હતું પરંતુ બે મેચમાં શાનદાર વિજય હાંસલ કરી આ શ્રેણી પણ જીતી લીધી હતી.
વન-ડે બાદ ટી-20 શ્રેણીનો પ્રારંભ થયો હતો તેના માટે ઈંગ્લેન્ડે કેટલાક ટી-20 સ્પેશ્યાલિસ્ટ ખેલાડીઓનો સમાવેશ કર્યો હતો પરંતુ ભારતે આ ખેલાડીઓનું ફદીયું પણ ન આવવા દઈ ધારદાર પ્રદર્શન ચાલું જ રાખ્યું હતું. આ શ્રેણી પણ ભારતે 2-1થી જીતી લઈ શ્રેણી કબજે કરી લીધી હતી.
આમ દરેક ફોર્મેટમાં ભારતે શાનદાર પ્રદર્શન કરી વિશ્ર્વક્રિકેટમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. હવે આગામી સમયમાં બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત રમવા આવવાની હોય આવું જ પ્રદર્શન યથાવત રહે તેવી સૌ આશા રાખી રહ્યા છે.

print

Comments

comments

VOTING POLL