દરેડમાં આેઇલટેન્કમાં પડી જતા યુવાનનું મોતઃ બે સારવારમાં

March 20, 2017 at 2:32 pm


જામનગર દરેડ જીઆઇડીસી ફેસ-3માં આજે બપોરે એક આેઇલ ટેન્કની સફાઇ કામગીરી વખતે અંદર પડી જતા એક યુવાનનું ગુંગળાઇ જવાથી મોત થયું છે, અને બે વ્યકિતને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવના પગલે ભારે દોડધામ મચી ગઇ હતી. ફાયર બ્રિગેડની ટીમ તાકીદે ત્યાં દોડી જઇ કાર્યવાહી હાથ ધરી હતી.

જાણવા મળતી વિગત મુજબ દરેડ જીઆઇડીસી ફેસ-3માં પ્લોટ નં. 4599 ખાતે આજે બપોરે 12-30 કલાકે આેઇલ ટેન્કમાં એક વ્યકિત પડી ગયાનો મેસેજ મળતા 108 અને ફાયર બ્રિગેડની ટીમ તાકીદે ત્યાં દોડી ગઇ હતી. ત્યાં તપાસ કરતા ફર્નેસ આેઇલ ટેન્કમાં આજે કામગીરી ચાલતી હતી અંદર સફાઇ કામ કરતી વખતે પડી ગયેલા કુમારદીન દીનાનાથ (ઉ.વ.37)-રે. મુળ કલકતા હાલ દરેડ નામની વ્યકિતનું ગુંગળાઇ જવાથી મૃત્યુ થયુ છે જયારે અન્ય બે ને સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

દરેડ જીઆઇડીસી ફેશ-3 વિસ્તારમાં આજે બપોરે આ બનાવ બન્યાનું બહાર આવતા આજુબાજુના કારખાનેદારો અને કારીગરો સહિતના એકત્ર થઇ ગયા હતા, ફાયર બ્રિગેડની ટુકડીએ ભારે જહેમત ઉઠાવીને ટેન્કમાં પડેલા વ્યકિતને બહાર કાઢવાની કામગીરી કરી હતી.

print

Comments

comments

VOTING POLL