દરેડ જીઆઇડીસી ફેસ-3માંથી બે બાળમજુરોને છોડાવાયા

May 16, 2018 at 1:21 pm


છેલ્લા કેટલાય સમયથી જામનગર શહેર અને આજુબાજુના ગામડાઆેમાં આવેલા કારખાનાઆે અને હોટેલો તેમજ રેન્ટોરન્ટમાં બાળમજુરો પાસે મજુરી કરાવાતી હોવાની વ્યાપક ફરીયાદો ઉઠવા પામી છે, ગઇકાલે ટાસ્કર્ફોર્સના સભ્યો દ્વારા જામનગરના દરેડમાં કારખાનામાં ચેકીગ કરતાં બે બાળમજુરોને મુકત કરવામાં આવ્યા હતાં. જાણવા મળતી માહીતી મુજબ ગઇકાલે જીઆઇડીસી ફેસ-3માં આવેલ ગોવિંદ એન્ટરપ્રાઈઝ તથા આઇશ્રી ખોડીયાર ફોજી¯ગ નામના બે કારખાનામાંથી બે બિનગુજરાતી મજુરો મળી આવતાં કારખાનેદારો સામે કાનુની કાર્યવાહી કરવામાં આવી છે, જામનગર શહેરમાં અનેક સ્થળોએ આવેલા કારખાના, હોટેલો, ઉધોગગૃહો તથા અન્ય સ્થળોએ મોટા પ્રમાણમાં બાળકો પાસેથી મજુરી કામ કરાવવામાં આવે છે પરંતુ કોઇ તપાસ થતી નથી આ અંગે અવારનવાર ફરીયાદ થતાં પણ કોઇપણ જાતની તપાસ કરવામાં આવતી નથી.

print

Comments

comments

VOTING POLL