દર્પણમાં દેખાયું ઈન્કમટેકસ અધિકારીનું સિંગિંગ ચૈતન્ય…

July 7, 2017 at 5:08 pm


કરોડો રૂપિયાની કરચોરી ઝડપી દેશ પ્રત્યેની ફરજ નિભાવનાર આવકવેરા વિભાગનાં અધિકારીનાં કંઠે મા સરસ્વતી સાક્ષાત બિરાજે છે. ઈન્કમટેકસ ઓફિસરની વાત થાય એટલે કડક અધિકારીની છબી નજર સમક્ષ તરવરે… પણ આ વાત છે રાજકોટ આવકવેરા વિભાગમાં એડિશ્નલ ડાયરેકટર ચૈતન્ય અંજારીયાની. આઈટીનાં આ અધિકારી તેમની ફરજ નિાને લઈ કરચોરો સામે ભલે કડક હાથે કામ લેતાં હોય પણ જયારે તેમનો કઠં ખુલ્લે છે ત્યારે સંગીતની સુરાવલીઓ વહે છે તેમને સાંભળી શ્રોતાઓમાંથી વાહ…વાહ…નો શંખનાદ છેડાય છે.
૩૧ વરસથી આવકવેરા વિભાગમાં ફરજ બજાવતા ચૈતન્ય અંજારિયા નાગર પરિવારમાં જત્પમ્યા હોવાનાં નાતે તેમની નસ…નસમાં સંગીત વહેતું હોય એ સ્વાભાવિક છે. પણ ઉચ્ચ જવાબદારીમાં બંધાયેલા હોવા છતાં સંગીતની સાધનામાં તેમના જીવનનો મહત્વનો સમય તેમને ફાળવ્યો છે.
૪ આની શ્ર્વાસ અને ૧૨ આનીનો અહેસાસ બસ આજ એક રૂપિયો એટલે જિંદગી… આ કૃતિની જેમ ચૈતન્ય અંજારિયા આંકડાનાં વિશ્ર્લેષક રહ્યા છે. તેમ છતાં તેમનાં રોમ–રોમમાં વસે સંગીત એમનાં આ અંદાજને બરાબર પારખ્યો ને નવી દિશા આપી તેમનાં અધાગીની દપર્ણા અંજારિયાએ. એક કલાકાર જ બીજા કલાકારની કલાને પારખી શકે છે. દપર્ણા અંજારિયા પણ શહેરનાં જાણીતા કોરીયોગ્રાફર છે.

ચૈતન્ય અંજારિયાએ ‘આજકાલ’ની વિશેષ મુલાકાતમાં તેમની સંગીત સાધના વિશે વિસ્તારપૂર્વક જણાવ્યું હતું. માતા હર્ષાબેન અને પિતા સુરેન્દ્રભાઈનાં પુત્ર ચૈતન્યભાઈનું નાનપણ મચ્છુ કિનારે વિત્યું છે. બાળપણમાં બાળલકવાની બિમારીનો ભોગ બનેલાં ચૈતન્યભાઈએ એક હાથની વિકલાંગતાને કમજોરીનાં બદલે હિંમત બતાવી એક હાથ અને પગથી હારમોનિયમની ધમન વગાડી ધુન ચૈતન્યભાઈ બનાવતા જેમ નરશૈયો ‘મલ્હાર’ રાગ સાથે મેઘરાજાને વરસાવતા અને કેદાર સાથે ખુદ ઈશ્ર્વરનો સાક્ષાત્કાર થતો. આ વાતને આત્મામાં ઉંડુ ગહન કરેલા ચૈતન્ય અંજારિયાએ સતત સાધના સાથે તેમનાં કંઠમાં સરસ્વતી મા સાક્ષાત્કાર કરાવ્યો છે. સાત સૂર મનુષ્યમાં રહેલાં સાત ચક્રને જાગૃત કરે છે. તેવું તેમનું માનવું છે. મોરબીમાં ગુરૂ ઉમાશંકર જોષી પાસે માત્ર બે સર્ષની તાલીમ લીધા બાદ આગળની તાલીમ ન લઈ શકયા પણ શાળા–કોલેજોમાં અવારનવાર સ્ટેજ પરફોર્મન્સથી તેઓ ઉચ્ચ ગજાનાં ગાયક તરીકે ઉભરી આવ્યા.

આવકવેરા વિભાગમાં નોકરી મળ્યા બાદ પણ તેઓએ સંગીતની આરાધના ચાલું રાખીને એક સમયે ફિલ્મીગીતો માટે તેમને તક પણ મળી પરંતુ તેઓને આ પ્રસ્તાવનો અસ્વીકાર કરવો પડયો. ઈન્કમ ટેકસ ડિપાર્ટમેન્ટની નોકરીને લીધે વારંવાર થતી બદલીથી એક શહેરથી બીજા શહેરમાં જવાની તક મળવી ને જેને કારણે ચૈતન્યભાઈનાં સંગીત શોખને સ્ટેજ મળતું. ઈન્દોર, ચેન્નાઈ, અમદાવાદ સહિત ગુજરાત અને ગુજરાત બહારનાં રાયોમાં ઈન્કમટેકસ વિભાગનાં મ્યુઝીકલ પ્રોગ્રામમાં ચૈતન્યભાઈએ તેમનાં મખમલી અવાજથી કર્મચારીઓમાં જાદુ ફેલાવ્યો છે. આવા જ અનુભવને વાગોળતાં તેઓ કહે છે કે, મુંબઈમાં ૨૦૦૭–૨૦૦૮માં તેમનાં કાર્યકાળ દરમિયાન એક મ્યુઝીકલ કોન્સર્ટમાં તેમને સુદેશ ભોંસલે, અલીસા ચિનોઈ, વિનોદ રાઠોડ, સુનિધિ ચૌહાણ, ઈન્ડીયન આઈડોલ વિજેતા અભિજીત સાંવત સાથે ગાયકી આપી હતી ત્યારે પણ તેમના અવાજે હિન્દી ફિલ્મ જગતનાં ગાયકોનું મન મોહી લીધું હતું.

રફીસાહેબ, કિશોરદા, મુકેશ, સાયગલથી લઈ આર.ડી.બર્મન, અહેમદ કુમારનાં અવાજનાં બેતાજ બાદશાહ ગણાતાં ચૈતન્ય અંજારિયાનાં દિલથી નજીક રફી સાહેબ છે. અનુકપુર, જસમીત નરોલા પણ ગાંધીધામમાં યોજાયેલી લાઈવ અંતાક્ષરીમાં ચૈતન્ય અંજારિયાનો મધુર અવાજ સાંભળી પ્રભાવિત થયા હતાં. જૂના–નવા ગીતોની મધુર પેશકશથી શ્રોતાઓને ડોલાવી દેતાં ચૈતન્ય અંજારિયાની ખાસ રેકોર્ડ રહ્યોછે. જેઓએ મુંબઈ ખાતેનાં મ્યુઝીકલ પ્રોગ્રામમાં ‘મિલે સુર મેરા તુમ્હારા’ ગીત ૧૧ ભાષામાં ગાયું છે. તેમનાં આરોહ ગ્રુપ હેઠળ અત્યાર સુધી અસંખ્ય મ્યુઝીકલ કાર્યક્રમ આપી ચુકેલા અને હંમેશા આકંડાકીય વિશ્ર્લેષણમાં વ્યસ્ત રહેતાં આ ઉચ્ચ અદાનાં ગાયક હોવાની સાથે કવિ, લેખક અને મ્યુઝીક કમ્પોઝર પણ છે. વ્યકિત એક, વ્યકિતત્વ બહોળું છે એવાં ચૈતન્ય અંજારિયા રાજકોટ આકાશવાણીનાં સંગીત કલાકાર છે તો ‘નાગર નરસૈયો’,સ્વર દપર્ણ, કૃષ્ણ ધૂન લાગી આ મ્યુઝિકલ આલ્બમ તેમને બનાવ્યા છે. ઈન્કમટેકસ અને સેન્ટ્રલ એકસાઈઝ કસ્ટમ દ્રારા દર વર્ષે યોજાતા મ્યુઝિકલ કાર્યક્રમમાં તેઓએ નેશનલ કક્ષાએ સ્થાન મેળવ્યું છે. નજીકનાં ભવિષ્યમાં તેમના બે વધુ આલ્બમ આવી રહ્યા છે. જે સુરીલી જનતાનું મન ચોક્કસ મોહી લેશે. સંગીત વિશે ચૈતન્ય અંજારિયાનું માનવું છે કે, ભકિત ન કરી શકે તેને સંગીતની સાધના કરવી જોઈએ. સંગીત એ ભકિતનો એક પ્રકાર છે. જે મોક્ષ સુધી લઈ જાય છે. સંગીતની કોઈ સીમા નથી શાક્રીયથી લઈને વેસ્ટર્ન સુધી બધા સંગીતનો એક જ પ્રકાર છે. સંગીત એ સત્સગં પણ છે

આખો પરિવાર સંગીતને સમર્પિત
જો કે, કહેવાય ચે કે, નાગર જ્ઞાતિમાં નસ-નસમાં સંગીતની ધારા વહે છે. ત્યારે ચૈતન્યભાઈનાં પિતાશ્રી સુરેન્દ્રભાઈ ઉ.વ.94 તેમને સંગીતનો શોખ રહ્યો છે. તો ચૈતન્યભાઈ ખુદ ઉચ્ચ ઘરાનાનાં ગાયક છે તો તેમનાં પત્ની દપણર્બિેન અંજારિયા નૃત્ય કલાનાં નિપુણ છે. તેઓપણ સંગીતનું જબં જ્ઞાન ધરાવે છે.
મ્યુઝિકલ કાર્યક્રમ માટે ગીતોનો ગુલદસ્તો દપણર્બિેન તૈયાર કરે છે તો તેમનાં બન્ને પુત્રો શ્રેય અને ધૌમ્ય પણ ગાયક હોવાની સાથે ગિટાર, તબલાનાં કુશળ કલાકાર છે.

‘મિલે સૂર મેરા તૂમ્હારા’ 11 ભાષામાં ગાઈ રેકોર્ડ રચ્યો
આવકવેરા વિભાગના આ અધિકારીએ ‘મિલે સુર મેરા તુમ્હારા’ના આ ગીતને 11 ભાષામાં ગાઈને રેકોર્ડ રચ્યો છે. મુંબઈમાં ફિલ્મ જગતના યોજાયેલા એક મ્યુઝીકલ કાર્યક્રમમાં જાણીતા ગાયકોએ પોતાના ગીત રજૂ કયર્િ હતાં ત્યારે ચૈતન્ય અંજારીયાએ વિનોદ રાઠોડ, સુનિધી ચૌહાણ, સુદેશ ભોસલે સહિતના પાર્શ્ર્વગાયકો સાથે પરર્ફોમન્સ આપ્યું હતું. આ તકે તેઓએ મિલે સુર મુરા તુમ્હારાને 11 ભાષામાં ગાઈ પોતાનો રેકોર્ડ બનાવ્યો છે.

સંગીત સાધનામાં ‘લય’ બનતાં દર્પણા અંજારિયા
કોઈપણ સફળ પુરુષની પાછળ નારી શક્તિ રહેલી છે. તેવી જ રીતે ચૈતન્ય અંજારિયાના આ સંગીતપ્રેમને તેમનાં ધર્મપત્ની દર્પણા અંજારિયાએ મંઝીલ અપાવી છે દપણર્િ અંજારિયાએ સંગીત માટે નવી દિશા આપી ખુદ પ્રેરક પણ બન્યા. સફળતાનો શ્રેય તેમનાં પત્નીને આપતા ચૈતન્ય અંજારિયા કહે છે કે, સંગીત મારો પ્રેમ, મારી ભક્તિ છે. સંગીત મારું છે પણ સૂર મારી પત્નીનાં છે. હં મારી સર્વિસમાં વ્યસ્ત હોવ… દપણર્એિ મને આધાર ના આપ્યો હોત તો અહીં સુધી પહોંચી શકયો નહોત. આમ, દર્પણા અંજારિયા ખરા અર્થમાં ‘લય’ બન્યા છે.

દિવ્યાંગતાને પણ પછાડીને… ધમન વગાડી ધૂન બનાવી
બાળપણમાં લકવાની બિમારીએ ચૈતન્ય અંજારિયાનો એક હાથ સાવ નિરર્થક બનાવી દીધો. પણ આ દિવ્યાંગતાને પણ પછાડીને ચૈતન્યભાઈ જયારે હાર્મોનિયમ વગાડતા ત્યારે સામાન્ય રાતે બેહાથની જર પડે પણ તેઓએ પગનાં સપોર્ટથી હાર્મોનિયમથી ધમન વગાડીને ધુન બનાવતા, આમ મક્કમ મનોબળ વડે સંગીતનાં સુર-તાલ છેડીને કલાપ્રિય સંગીત હજારો શ્રોતાઓને પીરસ્યું છે. આમ મન કા વિશ્ર્વાસનો વિજય આ ઉચ્ચ અધિકારીએ મેળવ્યો છે.

ગાયક અંજારિયાનાં મખમલી અવાજનાં દિવાના છે ડાયરેકટર અનિશ બઝમીથી લઈ આસીત મોદી
ચૈતન્ય અંજારિયાનાં મખમલી અવાજનાં ડાયરેકટર અનિશ બઝમીથી લઈ તારક મહેતા સિરિયલનાં ડિરેકટર અસિત મોદી દિવાના છે.
તાજેતરમાં નગ્મે સુહાને… ગાને પુરાને…નો સુરીલો કાર્યક્રમ યોજાયો હતો જેના માટે ઘણા ગીતોની ફરમાઈશ આ હસ્તીઓએ કરી હતી તેમનાં આ પ્રોગ્રામ માટે અનિશ બઝમી, આસિત મોદી ફયુઝનીસ્ટ કી બોર્ડ અભિજીત પોહનકર, ગાયક વિપીન અનેજાએ શુભેચ્છા પણ અંજારિયા પરિવારને પાઠવી હતી. તાજેતરમાં યોજાયેલા આ કાર્યક્રમ માટે ચેતન્ય અંજારીયાને અને ‘આજકાલ’ ગ્રુપ્ના ધરોહર ધનરાજભાઈ જેઠાણી, ગ્રુપ એડિટર ચંદ્રેશભાઈ જેઠાણીએ વિશેષ શુભેચ્છા સંદેશ પણ પાઠવ્યો હતો. તેમજ ચૈતન્ય અંજારીયાના સુરોના ‘આજકાલ’ ગ્રુપ્ના મેનેજીંગ એડિટર અનિલભાઈ જેઠાણી, યાનાબેન જેઠાણી સાક્ષી બન્યા હતાં.

print

Comments

comments

VOTING POLL