દલજીત તાપસી પન્નુ સાથે હવે રોમાન્સ કરતાે દેખાશે

September 13, 2017 at 6:09 pm


પિન્કમાં શાનદાર અભિનયના કારણે ચર્ચામાં આવેલી ખુબસુરત તાપસી પન્નુ હવે નવી ફિલ્મમાં દલજીત દોસાંઝની સાથે રોમાન્સ કરતી નજરે પડનાર છે. કારણ કે લોકપ્રિય હોકી ખેલાડી દલજીતની લાઇફ પર હવે ફિલ્મ બનાવવાનાે નિર્ણય કરવામાં આવ્યો છે. દલજીત આગામી ફિલ્મને લઇને ભારે આશાવાદી છે. કારણ કે આ એક પડકારરૂપ ફિલ્મ છે. હાલમા જ આ ફિલ્મના નિમાૅતા અને નિદેૅશકોએ માહિતી આપતા કહ્યાુ છે કે આ ફિલ્મમાં ફિમેલ લીડ રોલતાપસી પન્નુ કરી રહી છે. આ પ્રથમ વખત છે જ્યારે તાપસી પન્નુ અને દલજીત એક સાથે કામ કરવા જઇ રહ્યાા છે. ભારતીય હોકી ટીમના પૂર્વ કેÃટન સંદીપ િંસહની લાઇફ પર બની રહેલી આ ફિલ્મને લઇને તાપસી ભારે ખુશ છે. અમિતાભ બચ્ચન અભિનિત પિન્ક ફિલ્મમાં કામ કર્યા બાદ તાપસીની બાેલબાલા વધી છે. તે નામ શાબાના નામની ફિલ્મમાં પણ યાદગાર ભૂમિકા અદા કરી ગઇ હતી. તે હાલમાં ડેવિડ ધવનની ફિલ્મ જુડવા-2 ફિલ્મને લઇને વ્યસ્ત છે. જેમાં તે વરૂણ ધવનની સાથે નજરે પડનાર છે. સંદીપ સિંહની લાઇફ પર બની રહેલી ફિલ્મનુ નિદેૅશન શાદ અલી કરનાર છે. આ ફિલ્મમાં બે હોકી ખેલાડીઆેની પ્રેમ કથા દશાૅવવામાં આવનાર છે.

ફિલ્મનુ શુટિંગ આેક્ટબર મહિનામાં શરૂ કરવામાં આવનાર છે. આના માટે પહેલા દલજીત અને તાપસીને હોકીની કઠોર ટ્રેિંનગ મારફતે પસાર થવાની ફરજ પડશે. તાપસી હાલમાં પાેતાની પિલ્મ જુડવા-2 ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ હવે રજૂ થવાની તૈયારીમાં છે. દલજી સાેનાક્ષીની સાથે પણ એક ફિલ્મમાં કામ કરી રહ્યાાે છે. દલજીતે ફિલ્મના સંબંધમાં હજુ સુધી કોઇ વાત કરી નથી.

print

Comments

comments

VOTING POLL