દવા પ્રકરણમાં બોગસ તબીબ રાજાણી બે દિવસના રિમાન્ડ પર

January 12, 2019 at 3:44 pm


શહેરના કુવાડવા રોડ પર આવેલા લાઈફકેર હોસ્પિટલના કર્મચારીનું અપહરણ કરી માર મારવાના ગુનામાં હોસ્પિટલના તબીબ ડો.શ્યામ રાજાણીની ધરપકડ કરી જેલ હવાલે કર્યા બાદ તેની હોસ્પિટલમાં મળેલી સરકારી દવા સહિતના જથ્થામાં બી-ડિવિઝન પોલીસમાંથી ફરી કબજો લઈ વધુ પૂછપરછ માટે કોર્ટ હવાલે કરતાં કોર્ટે તેના બે દિવસના રિમાન્ડ મંજૂર કરતાં પોલીસે તેની પૂછપરછ કરી પૂરાવા મýયાં બાદ અગાઉ સિવિલ હોસ્પિટલમાં ફરજ કરતાં તેના પિતાની ધરપકડ કરાશે તેવું પોલીસે જણાવ્યું હતું. તપાસમાં તબીબની હોસ્પિટલમાંથી સરકારી દવાનો જથ્થાે મળી આવતાં બી-ડિવિઝન પોલીસે આ સરકારી દવાનો જથ્થાે ચોરી કરી મેળવ્યો કે પછી કેમં તે અંગે પૂછપરછ માટે શ્યામ રાજાણીનો જેલમાંથી ફરીથી કબજો મેળવી તેની વધુ પૂછપરછ માટે તેને કોર્ટ હવાલે કરતાં કોર્ટે તેના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં. પોલીસની પૂછપરછમાં શ્યામ રાજાણીએ અગાઉ સરકારી દવાનો જથ્થાે તેની પત્ની કરીશ્મા લઈ આવ્યાનું રટણ કર્યું હતું પરંતુ શ્યામ રાજાણીના પિતા હેમંત રાજાણી સિવિલ હોસ્પિટલના પૂર્વ કર્મચારી હોય આ દવાનો જથ્થાે ચોરીથી કે છલકપટથી મેળવ્યોં તે સહિતની ધનિષ્ઠ પૂછપરછ હાથ ધર્યા બાદ પુરાવા મળશે તો સિવિલ હોસ્પિટલના પૂર્વ કર્મચારી અને શ્યામ રાજાણીના પિતા હેમંત રાજાણીની ધરપકડ કરાશે તેમ પોલીસે જણાવ્યું હતું.

print

Comments

comments

VOTING POLL