દાઉદના ભાઈ ઈકબાલ કાસકર અને છોટા શકિલ સામે મકોકા લાગુ

October 12, 2017 at 11:17 am


થાણેની પોલીસે દાઉદ ઈબ્રાહીમના ભાઈ ઈકબાલ કાસકર અને છોટા શકિલ સહિત પાંચ આરોપીઓ વિરુદ્ધ મકોકાની કલમ લગાડી છે. દાઉદના સાગ્રીત છોટા શકિલની સંડોવણી પણ તેમાં ખૂલી છે. ઈકબાલ કાસકર વિરુદ્ધ એક બિલ્ડરે નોંધાવેલી ખંડણીની ફરિયાદ બાદ હવે મહારાષ્ટ્ર પોલીસે વધુ સખત પગલાં લઈને મકોકા લાગુ કરી દીધું છે.

થાણે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીના જણાવ્યા મુજબ ઈકબાલ કાસકર, છોટા શકિલ, ઈશરાર અલી, જનાબ અલી સૈયદ અને મુમતાઝ શેખ તેમજ પંકજ ગંગરની સામે મકોકા હેઠળ કાર્યવાહી થશે. આ એક એવો કડક કાયદો છે જેના હેઠળ આસાનીથી જામીન મળતાં નથી. છોટા શકિલે દાઉદ ઈબ્રાહીમના નામે બિલ્ડરો અને બિઝનેસમેનો પાસે ફોન કરીને ખંડણી માગી હતી તેવું તપાસમાં પણ બહાર આવ્યું છે. થાણેની ખંડણીવિરોધી ટુકડીએ આ કેસમાં ઈકબાલ કાસકર અને અન્ય આરોપીઓની ધરપકડ કરી હતી ત્યારબાદ મકોકા લગાવી શકાય કે નહીં તેની ચકાસણી થઈ હતી અને અંતે આ અપરાધીઓ સામે મકોકા લાગુ કરી દેવામાં આવ્યું છે.

print

Comments

comments

VOTING POLL