દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ સૈયદ સાહેબનું તળાજામાં પણ થશે આગમન

February 13, 2018 at 12:09 pm


ચાર દિવસીય કાર્યક્રમમાં અપેક્ષા સાથે તળાજા મહુવા અને રાજુલા પધારશે

વેપાર વણજ સાથે જોડાયેલી દાઉદી વ્હોરા કોમને એક તાંતણે બાંધી રાખનાર ધર્મગુરૂ સૈયદના આલફકદર મુકØલ સૈફºદ્દીન સાહેબ આજે ભાવનગર પધારશે સાથે ભાવનગર મસ્જીદનું ઇફતેતાહ કરશે અને ચાર દિવસના રોકાણ દરમ્યાન તળાજા મહુવા અને રાજુલામાં પણ અપેક્ષા સાથે પધારશે. જેના અનુસંધાને તળાજા દાઉદી વ્હોરા સમાજમાં હર્ષોલ્લાસ વ્યાપી ગયો છે. આજે ધર્મગુરૂના આગમનના સમાચાર સાંભળી મસ્જીદ ખાતે ભવ્ય આતશબાજી કરી ધર્મગુરૂના આગમનના સમાચારના વધામણાં કર્યા હતા. સૈયદનાં સાહેબ તળાજામાં પધારશે તો પ્રથમ ઘટના જ હશે કોઇ વ્હોરા સમાજના ધર્મગુરૂ તળાજામાં પધાર્યા હોય સૈયદના સાહેબના આગમનને તળાજા શહેરના અન્ય સમાજમાં પણ ખુશી વ્યાપી ગઇ છે.
તળાજા વ્હોરા સમાજ આ અનુસંધાને મસ્જીદમાં ડેકોરેશન તથા પોતાના ઘરો ને સુશોભીત કરી રહ્યા છે અને સમગ્ર સમાજ એક જુટ થઇને કાર્યક્રમ અંગેની કામગીરીને અંજામ આપી રહ્યાે છે.

print

Comments

comments

VOTING POLL