દાઉદ ઈબ્રાહિમ: રોજ નવી વાર્તા

September 26, 2017 at 8:51 pm


ભારતનો મોસ્ટ વોન્ટેડ ડોન દાઉદ ઇબ્રાહિમ દાયકાઓથી પાકિસ્તાનમાં ભરાઇને બેઠો છે. પરંતુ, તેના ભારતના સંપર્કો હજુ તરોતાજા છે અને ભારતમાં તેના વતી તેની ગેંગ હજુ પણ ઓપરેટ કરે છે તેવી કથાઓ વારંવાર પ્રકાશમાં આવતી રહે છે.
આ હારમાળામાં તાજા મણકા રૂપે તાજેતરમાં ઝડપાયેલા દાઉદના ભાઇ ઇબ્રાહિમ કાસ્કરે પૂછપરછ દરમિયાન અનેક વટાણા વેયર્િ છે. ઇબ્રાહિમે ચોંકાવનારો ઘટસ્ફોટ એ કર્યો છે કે દાઉદની પત્ની થોડા સમય પહેલાં ભારત આંટો મારી ગઇ હતી. દાઉદના અન્ય સ્વજનો પણ વાયા દુબઇ ભારત અવરજવર કરતા રહે છે.
તેઓ પાકિસ્તાનથી દુબઇ અવરજવર કરતી વખતે એરપોર્ટ પર સ્ટેમ્પિંગ કરાવવામાંથી છટકી જાય છે અને તેથી ભારતીય જાસૂસી સંસ્થાઓની જાળમાં સપડાતા નથી. ઇબ્રાહિમે તો એવો પણ ઘટસ્ફોટ કર્યો છે કે દાઉદ સાથે તેની એક જ વખત વાપરીને ફેંકી દેવાના બર્નર ફોન્સ તથા વોઇસ ઓવર ઇન્ટરનેટ પ્રોટોકોલ દ્વારા રૂટ થતા સિમ બોક્સનો ઉપયોગ કરીને અવારનવાર વાતચીત કરે છે. છેલ્લે દાઉદના ઇલાકા ભીંડીબજારમાં મકાન ધરાશાયી થયું ત્યારે પણ ઇબ્રાહિમે દાઉદ સાથે વાત કરી હતી. મતલબ કે મુંબઇની નાની મોટી તમામ ઘટનાઓ અંગે દાઉદ તેના સ્વજનો અને મળતીયાઓ સાથે એવી રીતે સંપર્કમાં રહે છે જેની ભારતીય જાસૂસી એજન્સીઓને ભાળ પણ મળતી નથી.

દાઉદ કરાંચીમાં આલીશાન મહાલયમાં મોજ ફરમાવે છે અને તેને કોઇ બીમારી નથી તેવી વાતો પણ ઇબ્રાહિમે કરી છે. બીજી તરફ મહારાષ્ટ્રના રાજકારણમાંથી હવે ફેંકાઇ ગયેલા મનસેના રાજ ઠાકરેએ એવો દાવો કર્યો છે કે નરેન્દ્ર મોદી સરકાર અને દાઉદ ઇબ્રાહિમ વચ્ચે પાછલા બારણે મંત્રણાઓ શરૂ થઇ ચૂકી છે.
જેમાં દાઉદને જીવનનું અભયદાન આપી શરણાગતિ કરાવવા માટે તખ્તો ઘડાઇ રહ્યો છે. રાજ ઠાકરે પબ્લિસિટીમાં રહેવા માટે ગપગોળા ફેંકે છે કે કેમ તે નક્કી કરવું મુશ્કેલ છે પરંતુ એ તો હકીકત છે કે દાઉદ ઇબ્રાહિમને જેર કરવામાં અને ભારતમાં તેના વેપારધંધાને નાથવામાં મોદી સરકારને હજુ ખાસ સફળતા મળી નથી. હાલના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજિત દોવાલ તો દાઉદના નેટવર્કના સૌથી મોટા જાણકાર હોવાનુ મનાય છે. પરંતુ, હજુ સુધી દાઉદ ભારત સરકારની જાળમાં આવ્યો નથી. પાકિસ્તાન સરકાર તો પોતાને ત્યાં દાઉદ ઇબ્રાહિમ વસવાટ કરતો હોવા બાબતે સાવ નામક્કર જાય છે. આ સંજોગોમાં પ્રજા પાસે હસીના પારકર જેવી દાઉદની બહેન પર બનેલી ફિલ્મો જોઇને વસવસો કયર્િ કરવા સિવાય કોઇ વિકલ્પ નથી.

print

Comments

comments

VOTING POLL