દાગી નેતા પક્ષ કેવી રીતે ચલાવી શકે ? સુપ્રીમનો તીખો સવાલ

February 13, 2018 at 11:09 am


સુપ્રીમ કોર્ટે દોષિત ઠરેલા નેતાઓને પક્ષપ્રમુખ બનાવવા અંગે ગંભીર ચિંતા વ્યકત કરી હતી. કોર્ટમાં કહ્યું કે આ ચિંતાનો વિષય છે કે દોષિત કરાર અપાયેલો વ્યકિત ખુદ ચૂંટણી લડવા માટે અયોગ્ય છે. આવો શખસ કોઈ રાજકીય દળનો પ્રમુખ છે અને તે ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી કરે છે. એવી પણ સંભાવના છે કે ચૂંટાયેલા ઉમેદવારોમાંથી અમુક જીતીને સરકારમાં પણ સામેલ થઈ જાય.
સુપ્રીમ કોર્ટે આ મામલે અત્યતં તીખી ટીપ્પણી કરતાં કેન્દ્ર સરકારને પૂછયું કે જો કોઈ વ્યકિત જનપ્રતિનિધિ કાનૂન હેઠળ ચૂંટણી નથી લડી શકતો તો તે કોઈ પણ રાજકીય પક્ષ કેવી રીતે બનાવી શકે છે ? સાથોસાથ તે પક્ષના ઉમેદવારોને ચૂંટણી લડવા માટે કેવી રીતે પસદં કરી શકે છે ? કોર્ટે એવું પણ કહ્યું કે એવા લોકો જો સ્કૂલ અથવા કોઈ બીજી સંસ્થા બનાવે છે તો કોઈ સમસ્યા નથી પરંતુ તે એક પક્ષ બનાવી રહ્યો છે જે સરકાર ચલાવશે. આ એક ગંભીર મામલો છે.

ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની આગેવાનીવાળી ત્રણ જજની બેન્ચ મામલાની સુનાવણી કરી રહી હતી. દાગી નેતાઓના રાજકીય પક્ષ પ્રમુખ બનવા વિરુદ્ધ વકીલ અશ્ર્વિની ઉપાધ્યાયે જનહિત અરજી દાખલ કરી હતી. આ અરજી પર સુનાવણી કરતાં કોર્ટે આ ટીપ્પણી કરી હતી. પીઆઈએલ પર ચૂંટણી પચં તરફથી કાઉન્સીલર અમિત શર્માએ પણ સમર્થન આપ્યું હતું.
અરજીકર્તાએ પોતાની અરજીમાં દલીલ કરી હતી કે અમુક નેતા જે ગંભીર અપરાધીક મામલાઓમાં દોષિત કરાર ઠરે છે તેના પર ચૂંટણી લડવા પર પાબંદી છે આમ છતાં આવા લોકો પક્ષ બનાવી શકે છે અને તેનું સંચાલન પણ કરી શકે છે. અરજીમાં તર્ક અપાયો કે ઓમપ્રકાશ ચૌટાલા, શશિકલા, લાલુ યાદવ જેવા નેતાઓ દોષિત ઠર્યા છે આમ છતાં તેઓ પાર્ટીના સર્વેસર્વા બનીને બેઠા છે

print

Comments

comments

VOTING POLL