દારૂના કટિંગ વેળાએ દરોડોઃ 30 લાખના દારૂના જથ્થા સાથે એક પકડાયો

January 12, 2019 at 11:43 am


મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે દારૂના હાટડા પર અંકુશ લગાવવા જૂનાગઢ રેન્જના વડા સુભાષ ત્રિવેદીના આદેશથી આરઆર સેલે ચોકકસ બાતમીને આધારે વિસાવદરના હાજાણી પીપળીયા ગામની સીમમાં કાઠી શખસે વિદેશી દારૂનો જથ્થાે ઉતારતો હોવાની ચોકકસ બાતમીને આધારે દરોડો પાડતા નાસભાગ મચી ગઈ હતી. પોલીસે એક શખસને દબોચી લઈ ત્યાંથી રૂા.30.62 લાખની કિંમતનો દારૂનો જથ્થાે કબજે કરી તપાસ કરતા વાડી માલીક સહિત સાત શખસોના નામ ખુલતા પોલીસે બે ટ્રક, બાઈક, મોબાઈલ, રોકડ સહિત કુલ રૂા.66.44 લાખની મત્તા કબજે કરી દરોડા દરમિયાન નાસી જનાર શખસોને ઝડપી લેવા ચક્રાે ગતિમાન કર્યા છે. બનાવના પગલે બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ વિસાવદર તાલુકાના હાજાણી પીપળીયા ગામની સીમમાં ઉમેદ ગટુ વાળા નામનો બુટલેગર પોતાની વાડીએ દારૂના કટિંગ કરતો હોવાની ચોકકસ બાતમીને આધારે આરઆર સેલના પીએસઆઈ આર.કે.ગોહીલ સહિતના સ્ટાફે દરોડો પાડતા નાસભાગ મચી ગઈ હતી. પોલીસે ટ્રક ચાલક સુતરારામ ગોમારામ ચૌધરી રહે. રાજસ્થાનને ઝડપી લઈ તેની પાસેથી 7,656 બોટલ (638 પેટી) દારૂનો જથ્થાે કબજે કરી તેની ધરપકડ કરી આકરી પુછપરછ કરી છે.
પોલીસની પુછપરછમાં આ દારૂનો જથ્થાે વાડી માલીક ઉમેદ ગટુ વાળાએ મંગાવ્યો હોય જેનું કટીગ વેળાએ દિલીપ માંજરીયા, લાલો વાળા, જોરૂ ધાધલ, રાહુલ ચાવડા, ગોવિંદ ચાવડા અને વિપુલ નામનો શખસ નાસી ગયાનું બહાર આવતા પોલીસે બે ટ્રક, બાઈક, ત્રણ મોબાઈલ, 50 હજારની રોકડ સહિત 66.44 લાખની મત્તા કબજે કરી આરોપીઆેને ઝડપી લેવા ચક્રાે ગતિમાન કર્યા છે.

print

Comments

comments

VOTING POLL