દિપિકા પ્રથમ વાર શાહિદની સાથે નજરે પડશે : અહેવાલ

January 9, 2017 at 6:17 pm


સંજય લીલાની નવી ઐતિહાસિક ફિલ્મ પક્ષાવતિ ફિલ્મનુ શુટિંગ શરૂ કરી દેવામાં આવ્યુ છે. આ ફિલ્મ વર્ષ 2017માં વહેલી તકે રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મમાં દિપિકાની સાથે રણવીર સિંહ ના કોઇ સીન રાખવામાં આવ્યા નથી જેથી ચાહકો નિરાશ ચોક્કસ પણે છે. પરંતુ શાહિદ કપુર પણ ભારે ખુશ છે. તેને મોટા બેનરની ફિલ્મ હાથ લાગી છે. સાથે સાથે ટોપની અભિનેત્રી સાથે તે નજરે પડનાર છે. આ ફિલ્મનુ નામ પક્ષાવતિ રાખવામાં આવ્યુ છે. પક્ષાવતિમાં દિપિકા મુખ્ય ટાઇટલ રોલમાં છે. તમામ જાણકાર લોકોએ કહ્યાુ છે કે પક્ષાવતિ ફિલ્મમાં રણવીરિંસહ અને દિપિકા વચ્ચે કોઇ રોમાન્સના સીન નથી.

જે ચાહકો માટે નિરાશાજનક સમાચાર છે. કારણ કે બન્નેની જોડી અગાઉ સંજય લીલાની ફિલ્મ બાજીરાવ મસ્તાની ફિલ્મમાં નજરે પડી છે. પિરિયડ ડ્રામા ફિલ્મમાં શાહિદ કપુર મુખ્ય ભૂમિકામાં નજરે પડનાર છે. પક્ષાવતિના રોલમાં દિપિકા છે. જ્યારે રણવીર દિલ્હીના સુલ્તાન અલાઉદ્દીન ખિલજીના રોલમાં છે. જે પક્ષાવતિના પ્રેમમાં હોય છે. એવા અહેવાલ પહેલા મળ્યા હતા કે બન્ને વચ્ચે સીન રહેશે પરંતુ આ અહેવાલ પાયાવગરના છે. નવી ફિલ્મમાં તેમની વચ્ચે કોઇ રોમેન્ટિક સીન અને ગીતનથી. હકીકતમાં અલાઉદ્દીન ખિલજી અને પક્ષામતિ વચ્ચે ઇતિહાસમાં ઉલ્લેખ મુજબ ક્યારેય વાત થઇ ન હતી. સંજય લીલા દ્વારા ફિલ્મની પટકથા લખવામાં આવી છે. ફિલ્મની પટકથા અને ઇતિહાસ સાથે કોઇ ચેડા કરવામાં આવનાર નથી. દિપિકા અને રણવીરિંસહની જોડીને ચાહકો ખુબ પસંદ કરી રહ્યાા છે. દિપિકા અને રણવીર િંસહ વચ્ચે વર્ષોથી પ્રેમ સંબંધ હોવાની ચર્ચા પણ રહી છે. જો કે બન્ને આ સંબંધમાં હમેંશા ઇન્કાર કરતા રહ્યાા છે. હવે નવી ફિલ્મમાં પણ બન્ને સાથે આવી રહ્યાા છે ત્યારે ફરી ચર્ચા જોવા મળનાર છે.

print

Comments

comments

VOTING POLL