દિલ્હીના દારૂડિયાએ દિવાળી બગાડી! ઘૂરી ચડતા 18 વાહન સળગાવી નાખ્યાં

November 7, 2018 at 2:36 pm


દિલ્હી પોલીસે એક દારુડિયા સામે ફરિયાદ નાેંધી છે. દારુડિયાએ દક્ષિણ દિલ્હીમાં આવેલા મદનગીર વિસ્તારમાં એક સાથે 18 વાહનોને આગ ચાંપી દીધી હતી. આ મામલે પોલીસે તેની સામે ફરિયાદ દાખલ કરી છે.
આ અંગે સામે આવેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે વ્યિક્ત પહેલા વાહનની પેટ્રાેલની પાઇપ કાપી નાખે છે. પાઇપ કાપી નાખ્યા બાદ પેટ્રાેલ વાહનમાંથી બહાર નીકળે છે, આ જ સમયે વ્યિક્ત દીવાસળી ચાંપી દે છે. વ્યિક્ત છ જેટલા બાઇકની પેટ્રાેલની પાઇપ કાપતો નજરે પડે છે. બાઇકમાં આગ લાગ્યા બાદ તેની પાસે પાર્ક થયેલી એક કારમાં પણ આગ લાગી જાય છે.
આ અંગેની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જોકે, ત્યાં સુધીમાં વ્યિક્ત ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
સળગી ગયેલા વાહનોમાં આઠ ટુ-િવ્હલર અને બે કાર સંપૂર્ણ રીતે બળી ગયા છે. જ્યારે છ મોટર સાઇકલ અને બે અન્ય કારને આગથી નુકસાન પહાેંચ્યું છે. નાેંધનીય છે કે અવાર નવાર ટીખળખોરો દ્વારા આવી રીતે વાહનોમાં આગ લગાડવાના બનાવો સામે આવતા રહે છે. આવા આરોપીઆેની પૂછપરછ કરતા સામાન્ય રીતે એવી માહિતી સામે આવતી હોય છે કે વિકૃત આનંદ માટે આવું કૃત્ય કરવામાં આવતું હોય છે. અમદાવાદ શહેરમાં પણ બે ત્રણ વર્ષ પહેલા યુવકોની એક ગેંગ સqક્રય થઈ હતી. જેને પોલીસે મહામહેનતે પકડી પાડી હતી. આ ગેંગ રાત્રે પાર્કિંગમાં પાર્ક કરેલી કારના કાચ તોડીને વિકૃત આનંદ મેળવતા હતા.

print

Comments

comments

VOTING POLL