દિલ્હીમાં આમ આદમી પાટીૅ સાથે ગઠબંધનની શક્યતા નથી : શિલા

January 12, 2019 at 8:17 pm


દિલ્હીના પૂર્વ મુખ્યપ્રધાન શીલા દીક્ષિતે એવા અહેવાલોને રદિયે આપ્યો છે કે કાેંગ્રેસ પાર્ટી આમ આદમી પાટીૅ સાથે જોડાણ કરવા માટે ઇચ્છુક છે. દિલ્હી કાેંગ્રેસ વડા શીલા દીક્ષિતે આ અંગે મોટુ નિવેદન કરીને તમામને ચાેંકાવી દીધા છે. શીલાએ ઇન્કાર કયોૅ હોવા છતાં કાેંગ્રેસ પાટીૅના કેટલાક લોકો આમ આદમી પાટીૅ સાથે ગઠબંધન કરવામાં આવે તેવી ઇચ્છા રાખે છે. શીલાના નિવેદનથી ભાજપને ચોક્કસપણે મોટી રાહત થઇ ગઇ છે. એક અંગ્રણી અગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં શીલા દીક્ષિતે કહ્યાુ છે કે અમે આમ આદમી પાટીૅ સાથે જોડાણ કરવા માટે કોઇ કિંમતે તૈયાર નથી. શીલા દીક્ષિતે કહ્યાુ હતુ કે જો તેમના તરફથી કોઇ હેવાલને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે તાે તેઆે એમ સ્પષ્ટ પણે કહેશે કે અમારી પાટીૅ આમ આદમી પાટીૅ સાથે જોડાણ કરનાર નથી. શીલાએ કહ્યાુ હતુ કે આપની સાથે કોઇ વિકલ્પ પર અમે વિચારણા કરી રહ્યાા નથી. વિજય ગાેયલે શીલાએ હોદ્દા સંભાળી લીધા બાદ કહ્યાુ હતુ કે શીલા દીક્ષિતને તેમના તરફથી અભિનંદન છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે જ્યારે શીલા દીક્ષિત દિલ્હીના મુખ્યપ્રધાન તરીકે હતા ત્યારે આમ આદમી પાટીૅના નેતા અરવિન્દ કેજરીવાલે તેમની સામે ગંભીર પ્રકારના આરોપાે કર્યા હતા. પંજાબના મુખ્યપ્રધાન અમરિન્દર િંસહ પણ કેજરીવાલની પાટીૅ સાથે કોઇ પણ પ્રકારની સમજુતી કરવાનાે ઇન્કાર કયોૅ છે. દિલ્હીમાં ગઠબંધનની કોઈપણ પ્રકારની સંભાવના દેખાઈ રહી નથી. સૂત્રોનું કહેવું છે કે દિલ્હીમાં કાેંગ્રેસ અને આમ આદમી પાટીૅ વચ્ચે ગઠબંધનના મુદ્દા પર હાઈકમાન્ડ સ્તરે વાતચીત થઈ શકે છે પરંતુ પાટીૅની અંદર ગઠબંધનને લઈને કોઈપણ પ્રકારની ઈચ્છાશક્તિ નથી. કાેંગ્રેસના કેટલાક લોકો ચોક્કસપણે ગઠબંધન કરીને લોકસભા ચુંટણી લડવા માટે ઈચ્છુક છે પરંતુ આને લઈને વરિષ્ઠ નેતાઆે તૈયાર થશે નહીં. આમ આદમી પાટીૅ દિલ્હીમાં કાેંગ્રેસને બેથી વધારે સીટો આપવા માટે તૈયાર નથી. બીજી બાજુ કાેંગ્રેસ પાટીૅ ચાર સીટોની માંગ કરી રહી છે.

print

Comments

comments

VOTING POLL