દિલ્હીવાસીઓ ઉપર જોખમ

November 9, 2017 at 7:27 pm


દિલ્હી–એનસીઆરમાં ઝેરી સ્મોગ ફરી એકવાર છવાયો છે.પ્રદૂષણનું સ્તર એટલું બધું વધી ગયું છે કે બપોર સુધી કશું જોઈ શકાતું નથી અને જાહેર કટોકટી લાદવામાં આવી છે. શહેરમાં વાયુપ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચતાં આ પગલું લેવું પડું છે. પ્રદૂષિત વાયુની સમસ્યાથી પીડાતું દિલ્હી એકમાત્ર શહેર નથી. ૨.૫ માઇક્રોનથી ઓછા વ્યાસના રજકણોથી લોકો માટે શ્વાસ લેવાનું મુશ્કેલ બન્યું હોય તેવી સ્થિતિ અન્ય શહેરોમાં પણ છે. વાયુ પ્રદૂષણથી કેન્સર, ફેફસાંનું કેન્સર અને હાર્ટ એટેક આવે છે. આ એક જાહેર આરોગ્યનું જોખમ છે જેનાથી જીવનની ગુણવત્તા અને ઉત્પાદકતાને અસર થાય છે.
ભારતીય શહેરોમાં પ્રદૂષણ માટે ઔધોગિક પ્રવૃત્તિ નહીં પણ મુખ્યત્વે ખખડધજ વાહનો અને ભાંગ્યા–તૂટા રસ્તા જવાબદાર છે. નાગરિકો બેજવાબદાર રીતે ગમે ત્યાં કચરો બાળે છે. બાંધકામના સ્થળે ઊડતી ધૂળના કારણે સૌથી મોટી સમસ્યા પેદા થાય છે. દિલ્હીમાં તો સ્થિતિ એવી છે કે દૂર પંજાબમાં પાકનો કચરો બાળવામાં આવે તો તેનો ધુમાડો પણ શહેરને ઘેરી વળે છે અને ૨.૫ માઇક્રોનથી નાના કણો હવામાં ફેલાય છે. પવનની દિશાના કારણે આ ધુમાડો દિલ્હી પર છવાઈ જાય છે.

દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પાવર ગ્રિડની કામગીરી નબળી છે જેના કારણે વારંવાર વીજ પુરવઠો બધં થાય છે. તેથી વીજળી ન મળે ત્યારે લોકોએ કલાકો સુધી ડીઝલના જનરેટરનો ઉપયોગ કરવો પડે છે. પાવર પ્લાન્ટ દ્રારા વાયુ પ્રદૂષણ ઘટે તે માટે પાવર પ્લાન્ટમાં બેનિફિકેટેડ કોલસાનો ઉપયોગ થાય અને કણોનું પ્રમાણ ઘટાડવા કેટેલિટિક કન્વર્ટરનો ઉપયોગ થાય તે આવકાર્ય છે. પરંતુ નાગરિકોની વર્તણૂકને નિયંત્રિત કરવાની વાત આવે ત્યારે પરિસ્થિતિ વધારે જટિલ બને છે.

print

Comments

comments

VOTING POLL