દિવ્યાંકા ત્રિપાઠીએ છ મહિનામાં 10 કિલો વજન ઉતાર્યું

September 13, 2017 at 4:58 pm


‘યે હૈં મહોબ્બતે’ની ઈશિ મા એટલે કે દિવ્યાંકા ત્રિપાઠીએ છ મહિનામાં 10 કિલો વજન ઉતાર્યું છે અને હાલમાં જ તેનો સ્લિમ એન્ડ ગોર્જીયસ લુક જોવા મળ્યો હતો.

થોડાં મહિનાઓ પહેલાં અકસ્માતને કારણે દિવ્યાંકા ત્રિપાઠીને પગમાં ઈજા થઈ હતી અને તેને કારણે વ્હીલચેર પર રહેવું પડ્યું હતું. આ કારણે તેનું વજન વધી ગયું હતું. ત્યારબાદ તેના લગ્ન થઈ ગયા હતાં. જેને કારણે તે થોડાં સમય સુધી તે ડાયટ ફોલો કરી શકી નહોતી. તેથી જ તેનું વજન વધુ પડતું વધી ગયું હતું.

દિવ્યાંકાએ પતિ વિવેક સાથે ‘નચ બલિયે’ ડાન્સ રિયાલિટી શોમાં ભાગ લીધો હતો. ડાન્સ શો શરૂ થાય તે પહેલાંથી જ દિવ્યાંકાએ જીમમાં જવાની શરૂઆત કરી દીધી હતી. દિવ્યાંકાએ પ્રોપર ડાયટ પ્લાનને ફોલો કર્યો હતો. દિવ્યાંકાએ કહ્યું હતું કે ‘નચ બલિયે’ને કારણે ડાન્સ પ્રેક્ટિસ કરવા લાગી હતી અને તેને કારણે પણ તેનું બોડી ટોન્ડ અપ થયું હતું.

print

Comments

comments

VOTING POLL