દિવ્યાંગોને યુનિક ડિસેબિલિટી આઇકાર્ડ કાઢી આપવાના પ્રોજેકટનો પ્રારંભ

March 20, 2017 at 3:13 pm


યુનિવર્સલ આઈડી ફોર પર્સન્સ વીથ ડિસેબિલિટીઝ અંતર્ગત યુનિક ડિસેબિલિટી આઈડી કાર્ડ કાઢી આપવાની કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અધિકારીતા મંત્રાલયની સૂચના મુજબ દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ દ્વારા સમગ્ર દેશમાં આ પ્રોજેકટ હાથ ધરવામાં આવેલ છે જેમાં દિવ્યાંગોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. જો ઓનલાઈન રજિસ્ટ્રેશન ન કરી શકે તો સાઈટ પરથી ફોર્મ ડાઉનલોડ કરીને ભરી આપવાનું રહેશે.
જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરીના સત્તાવાર સાધનોના જણાવાયા મુજબ આ પ્રોજેકટ અંતર્ગત આજથી કેમ્પ શ થઈ ગયો છે અને દરેક તાલુકા મથકોએ કેમ્પ યોજાશે. અરજદારે પોતાના પાસપોર્ટ સાઈઝના બે ફોટા, વિકલાંગતા અંગેનું સિવિલ સર્જનનું પ્રમાણપત્ર, વિકલાંગ ઓળખ કાર્ડ, આધારકાર્ડ, જાતિ અંગેનું પ્રમાણપત્ર અને બેન્ક ખાતાની પાસબૂકની નકલ સાથે આપવાની રહેશે.
તાલુકાવાઈઝ ફોર્મ સ્વીકારવાની અને કાર્ડ કાઢી આપવાની કામગીરી આજથી શ થઈ છે. બહમાળી ભવનમાં ગ્રાઉન્ડ ફલોર ઉપર, એસબીઆઈ બેન્કની સામેના ભાગે આજે ગોંડલ, કાલે જેતપુર, તા.22ના ધોરાજી અને તા.23ના રોજ ઉપલેટાના દિવ્યાંગોને કાર્ડ કાઢી આપવામાં આવશે.
તા.24ના રોજ જામકંડોરણા, તા.27ના કોટડાસાંગાણી, તા.1 એપ્રિલના લોધીકા, તા.3ના પડધરી, તા.4ના જસદણ, તા.6ના વીંછિયા, તા.7,10 અને તા.12ના રોજ રાજકોટ સિટીના, તા.13 અને 15ના રોજ રાજકોટ તાલુકાના દિવ્યાંગોને કાર્ડ કાઢી આપવામાં આવશે. બહમાળી ભવન ઉપરાંત જિલ્લા કલેકટર કચેરીના જનસેવા કેન્દ્ર, તમામ મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્ર અને સિવિલ હોસ્પિટલના પીએચસી-સીએચસીમાં આ માટેની વ્યવસ્થા કરી આપવામાં આવી હોવાનું જણાવાયું છે.

print

Comments

comments

VOTING POLL