દિહોરા ગામના યુવાને તો ફાની દુનિયા છોડી પરંતુ તેના લીવરે રાજકોટના યુવાનની જીંદગી બચાવી

August 24, 2018 at 12:57 pm


ભાવનગરના ગણેશગઢ નજીક નડેલા ગોઝારા અકસ્માતમાં યુવાને એઇમ્સ હોટલમાં આખરી શ્વાસ લીધાઃતેમની સાથે ત્રણ માસથી જીવનસાથે ઝઝુમતા યુવાનને લીવરદાન કરી નવ જીવન બક્ષ્યુ

કુદરતના ખેલ અજીબો-ગરીબ છે. આ કહેવતને ચરિતાથર્ કરતી ઘટનામાં તળાજાના દિહોર ગામના પાલીવાલ યુવાનને નડેલા ગમ ખ્યાર અકસ્માતમાં યુવાન તો સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા પરંતુ યુવાનના પરીવાર જનોએ દાખવેલી દિલેરીને લઇ રાજકોટના પટેલ યુવાનને નવજીવન મળ્યું.
સમાજને પ્રેરણારૂપ કહી શકાય તેવા બનાવની મળતી વિગતો અંગે તળાજા ખાતે અમર આેટો નામની દુકાન ધરાવતા વિજય હરજીભાઈ ધાંધલાના જણાવ્યા પ્રમાણે દિહોર ગામના ખેડુત અને તળાજામાં યોગેશ્વર દિયલ નામે ગેરેજ ધરાવી વ્યવસાય કરતા પિતરાઇભાઇ ધાંધલા ભાસ્કરભાઈ કનુભાઇ (ઉ.વ.38)ને ચાર દિવસ પહેલા ગણેશગઢ ગામ નજીક અકસ્માત નડયો હતો. વડોદરાથી તેઆે પરત આવી રહ્યા હતા ત્યારે રાત્રીના સમયે હાઇવે પર બંધ પડેલા ટ્રકની પાછળ કાર ઘુસી જતા ગંભીર ઇજાઆે થવા પામી હતી.
ગંભીર ઇજાઆેમાં કારણે ધાંધલા ભાસ્કરભાઈને અમદાવાદ એઇમ્સ હોસ્પિટલમાં દાખઇ કરવામાં આવ્યા હતા. કુદરતના નિર્ણય સામે ડોકટરની કારી ફાવી નહી. અંતિમ શ્વાસ ગણતો ભાસ્કર ધાંધલા ફાની દુનિયા છોડવાની તૈયારીમાં હતો. આ સમયે એઇમ્સના તબીબોએ ભાસ્કરભાઇના કાકા જીલ્લા ભાજપના મંત્રી બટુકભાઇ ધાંધલાને તબીબોએ કüુ કે રાજકોટનો પટેલ યુવાન છેલ્લા ત્રણ માસથી લીવરની બીમારીથી પિડાઇ છે. મોત સામે ઝઝુમતા પટેલ રમેશભાઇના પરીવાર જનોને મળી ધાંધલા પરીવારે લીવરનું દાન કરાનો તાત્કાલીક નિર્ણય લીધો.
એક તરફ ભાર્ગવભાઇ ધાંધલા અંતિમ શ્વાસ ગણી રહ્યા હતા. ત્યારે તબીબ ટીમે ધાંધલા પરીવારે દાખવેલી માનવતાના કારણે લીવર કાઢી ત્રણ માસથી પિડાતા રાજકોટના રમેશભાઇ પટેલના શરીરમાં ફીટ કરી દિધુ.એક તરફ ધાંધલા પરીવારને કંધોતર યુવાનના અકાપ. અવસાન ત્રણ સંતાનોએ પિતાની છત્ર છાયા ગુમાવ્યાનો આકંદ હતો તો બીજી તરફ ત્રણ માસથી લીવરનો દાતા ગોતનારની શોધ કરનાર પટેલ યુવાનને લીવરનું દાન મળતા નવજીવન મળ્યાનો આનંદ હતો.ધાંધલા પરીવારે જણાવ્યુ હતુ કે હૃદય ડેમેજ થયેલુ હોઇ અમે દાન કરી શકયા નહી.

print

Comments

comments

VOTING POLL