દીપિકાએ કરાવ્યુ બોલ્ડ ફોટોશૂટ,રેડ ડ્રેસમાં લાગે છે કઈંક આવો અંદાજ

February 2, 2018 at 12:59 pm


હાલના દિવસોમાં અભિનેત્રી દીપિકા પાદૂકોણ દરેક બાજુથી ચર્ચામાં છે. પદ્માવત ફિલ્મમાં રાણી પદ્માવતીનો રોલમાં તેની ખૂબ પ્રશંસા થઇ રહી છે. આ ફિલ્મ દિવસેને દિવસે નવા રેકોર્ડ બનાવી રહી છે. આ દરમિયાન દીપિકાની કેટલીક હોટ તસવીરો સામે આવી છે, જેમાં તેનો હોટ અવતાર જોવા મળી રહ્યો છે. આ તસવીર દીપિકાએ વોગ મેગેઝિન માટે ક્લિક કરાવી છે. મેગેઝિનના ફેબ્રુઆરી ઇશ્યૂમાં દીપિકા કવર પેજ પર નજરે પડશે. આ તસવીરોને વોગ દ્વારા તેના સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. મેગેઝિનના ફેબ્રુઆરી અંકનું નામ Happy Issue છે. આ ઇસ્યૂમાં દીપિકા તેના ડિપ્રેશનના સમય અંગે પણ રસપ્રદ વાત કરશે. મેગેઝિનમાં દીપિકા ફેન્સ માટે કંઇક નવીન હશે તેવા મુદ્દે પણ ચર્ચા કરશે. મેગેઝિનના ફેબ્રુઆરી અંકનું નામ Happy Issue છે. આ ઇસ્યૂમાં દીપિકા તેના ડિપ્રેશનના સમય અંગે પણ રસપ્રદ વાત કરશે. મેગેઝિનમાં દીપિકા ફેન્સ માટે કંઇક નવીન હશે તેવા મુદ્દે પણ ચર્ચા કરશે. દીપિકાએ આ તસવીર શેર કરતાં લખ્યું છે કે The ‘Happiness’ Project માટે આનાથી શ્રેષ્ઠ સમય કોઇ ન હોઇ શકે. ઉપરાંત અભિનેત્રીએ વોગ ઇન્ડિયાનો આભાર પણ માન્યો છો. ઉલ્લેખનીય છે કે દીપિકાની ફિલ્મ પદ્માવતની રિલીઝને લઇ હજુ પણ અનેક જગ્યાએ વિવાદ છે. ચાર રાજ્યોમાં તો ફિલ્મ રિલીઝ પણ થઇ શકી નથી. તેમ છતાં ફિલ્મને દર્શકોએ વધાવી છે. રિલીઝના પાંચ દિવસમાં જ આ ફિલ્મે ઘરેલુ બોક્સ ઓફિસ પર 129 કરોડ રૂપિયાની કમાણીનો આંકડો પાર કરી લીધો છે.

print

Comments

comments

VOTING POLL