દીપિકા બનશે ‘માફિયા ક્વિન’

February 6, 2018 at 5:32 pm


દીપિકા પદુકોણ અને ઇરફાન ખાન સ્ટારર ‘પિકુ’ ફિલ્મ 2015માં આવી હતી અને તે બા ૅક્સઆેફિસ પર સુપરહિટ થઇ હતી. હવે બંને કલાકારો ફરી વિશાલ ભારદ્વાજની આગામી ફિલ્મમાં સાથે આવશે. આ ફિલ્મ 5 માર્ચે ફ્લાેર પર જવાની છે. દીપિકા પ્રથમ વખત વિશાલ ભારદ્વાજ સાથે કામ કરી રહી છે અને ઇરફાન ખાન સાથે બીજી વાર. તે ક્યારની આવી સંવેદનશીલ ફિલ્મ કરવા માગતી હતી. તેમાં એક મહિલાની આસપાસ ફરતી વાતાર્ છે. આ ફિલ્મ પત્રકાર એસ. હુસૈન ઝૈદીની નવલકથા ‘માફિયા ક્વીન્સ આેફ મુંબઈ’ પર આધારિત છે. દીપિકા પદુકોણ તેમાં મુંબઈની સપના દીદી તરીકે જાણીતી ગ ૅંગસ્ટર રાહિમા ખાનનો રોલ કરશે. તેમાં વાતાર્ એવી છે કે દીપિકા પદુકોણનું પાત્ર કેવી રીતે દાઉદ ઇબ્રાહિમને મારવાની યોજના ઘડે છે, જે તેના પતિના મૃત્યુ માટે જવાબદાર હોય છે અને દરેક પ્રકારના ખતરાનો તેણે સામનો કર્યો હોય છે. ફિલ્મ 2018ના અંતમાં િથયેટરોમાં આવી જશે. દીપિકા આવા પ્રકારનો રોલ પહેલી વખત કરશે જે એકદમ નવા પ્રકારનો છે. આમ, દીપિકા અને ઇરફાનની જોડી આ વર્ષે નવો જાદુ પ્રસરાવશે.

print

Comments

comments

VOTING POLL