દીવકાંડઃ 13 પોલીસ કર્મચારી સામે ડીવાયએસપીને તપાસ સાેંપાઈ

April 21, 2017 at 3:23 pm


જિલ્લા પોલીસ દળના તાલીમાર્થી ડ્રાઈવરો સરકારી વેન લઈને દિવ પહાેંચી સરાજાહેર પોલીસ વાનમાં જ દારૂ-બિયરની મહેફીલ માણતા હોવાના ફોટા વિડીયો વાયરલ થતાં જિલ્લા પોલીસ વડા અંતરીપ સુદે 13 કર્મચારીઆે સામે મહિલા ડીવાયએસપીને ઈન્કવાયરી કરવાનો હુકમ કર્યો છે. જયારે ખંઢેરી ક્રિકેટ સ્ટેડીયમમાં પરિવાર સાથે મેચ જોવા ઘુસી જનાર ફોજદાર સામે ગાેંડલના ડીવાયએસપીને તપાસ કરવાનો હુકમ કર્યો છે. બનાવને પગલે પોલીસ તંત્રમાં ફફડાટ ફેલાયો છે.

સરાજાહેર પોલીસ વાનમાં દારૂ-બિયરની મહેફીલ માણતા હોવાના ફોટા વિડીયો વાયરલ થતાં જિલ્લા પોલીસ વડા અંતરીપ સુદે તપાસનો આદેશ કર્યો હતો.
જાણવા મળતી વિગત મુજબ જિલ્લા પોલીસ વડાના તાલીમાર્થી ડ્રાઈવરો પોલીસ વાન નં.જીજે3 2520 લઈને ટ્રેનીગમાં નીકળ્યા હતા. દરમ્યાન દિવ પહાેંચી આલીશાન હોટલ નજીક પોલીસ વાનમાં ઈન્સ્ટ્રકટર એન.કે.ઝાલા, કોન્સ્ટેબલ દિનેશ ગોવિંદ, અલ્કેશ ડાયા, મહેન્દ્રસિંહ, શંભુ રણછોડ, અનિલ દશરથલાલ, જયેશ, મનોહર બળવંત, ડાયા ક્રિપાલ, યુવરાજ ચંદ્રસિંહ, જીતેન્દ્ર નાજા, યુવરાજ જયદેવસિંહ અને ગિરીરાજ રણજીતસિંહ હોવાનું બહાર આવતા તમામનું મેડીકલ કરાવી તપાસ મહિલા ડીવાયએસપી શ્રૃતી મહેતાને સાેંપાઈ હતી.
દરમ્યાન ખંઢેરી ક્રિકેટ સ્ટેડીયમમાં ક્રિકેટ મેચ જોવા પરિવાર સાથે બળજબરીથી ઘુસી જનાર વિંછીયાના ફોજદાર રોહડીયાનો પણ વિડીયો વાયરલ થયો હોય જેની તપાસ ગાેંડલના ડીવાયએસપી ડી.એમ.ચૌહાણને સાેંપાતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

print

Comments

comments

VOTING POLL