દીવનો વિશાલ જેઠવા બિગ મેજિકના શોમાં શ્રીકૃષ્ણની ભૂમિકામાં ચમકશે

September 8, 2017 at 6:09 pm


દીવનો વિશાલ જેઠવા બીગ મેજીકના લોકપ્રિય શો ચક્રધારી અજય ક્રિષ્નામાં શ્રી ક્રિષ્ના ભગવાનની ભૂમિકામાં ચમકશે. ટેલીવુડમાં અનેક ઐતિહાસિક અને ધાર્મિક સિરિયલમાં મુખ્ય ભૂમિકા ભજવનાર વિશાલે તાજેતરમાં રજૂ થયેલી હિન્દી મિડીયમ ફિલ્મમાં પણ ટુંકી પણ ચોટદાર ભૂમિકા ભજવી હતી. બીગ મેજીકની આ ધાર્મિક સિરીયલમાં એન્ટ્રી કરનાર વિશાલ જેઠવાએ ‘આજકાલ’ સાથે ટેલિફોનીક મુલાકાત આપી હતી.
મુળ દિવના વતની જેઠવા પરિવાર વર્ષો પહેલા મુંબઈ વસ્યો હતો. આ પરિવારનો પુત્ર વિશાલને અભિનય માટે પ્રેમ થઈ ગયો હોવા અને એક પછી એક સીરીયલોમાં તેને મુખ્ય રોલ મળવા માંડયા. વિશાલે ‘આજકાલ’ સાથેની વાતચીતમાં જણાવ્‌યું કે, સૌપ્રથમ તેણે ડાન્સીંગ કલાસ શ કયર્િ એ દરમિયાન તેના કેરીયરમાં વળાંક આવ્યો અને ડાન્સીંગ સાથે એકટીંગ પણ શ કરી. મોહમઈ નગરીમાં સંઘર્ષ બાદ ફળ મળે છે અને કયારેક તો મહેનત પણ લેખે નથી લાગતી પણ મારા જીવનમાં સંઘર્ષ સાથે નશીબે પણ સાથ આપ્યો હતો. જો કે મેં હરીવંશરાય બચ્ચનની કવિતાને વાસ્તવ જીવનમાં ઉતારીને અભિનય ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો. હજુ તો વિશાલે યુવાનીમાં ડગ માંડયા છે તે પૂર્વે તેની અનેક સીરીયલો સુપર હીટ સાબીત થઈ ગઈ છે. જેમાં પરવરીશ ત્યારબાદ મહારાણા પ્રતાપ, હનુમાન, થપકી પ્યાર કી, એક દુજે કે વાસ્તે, પેશવા બાજીરાવ, દીયા ઓર બાતી હમ, ક્રાઈમ પેટ્રોલ, ઘાટોચકાચા સહિત અનેક સિરીયલોમાં તેને મુખ્ય રોલ મળ્યો છે.

તેના સર્વશ્રેષ્ઠ અભિયનમાં 2015માં લાયન્સ ગોલ્ડ એવોર્ડ ચાઈલ્ડ આર્ટીસ્ટ તરીકે મહારાણા પ્રતાપ્ના અકબરના રોલ માટે મળ્યો હતો. જ્યારે 2017માં પેશવા બાજીરાવ માટે એવોર્ડ એનાયત થયો હતો.
બીગ મેજીકનો ધાર્મિક શો ચક્રધારી અજય શ્રીકૃષ્ણ ભગવાન આસપાસ વીંટળાયેલી રોમાંચક વારતારેખા સાથે દર્શકોને મોહીત કરી રહી છે. ભગવાન શ્રીકૃષ્ણની ભૂમિકા ભજવતો અભિનેતા વિશાલ જેઠવાને શોમાં અદભુત અભિનય કુશળતા માટે સમુદાયો દ્વારા ખુબ સરાહવામાં આવી રહ્યો છે.
આ વિશે ભગવાન શ્રીકૃષ્ણની ભૂમિકાના રોલ વિશે જણાવ્યું હતું કે, મને ધાર્મિક શ્રેણીનો હિસ્સો બનવાનું ખુબ ગમે છે. તેમાંય ભગવાન શ્રીકૃષ્ણનો અવતાર ભજવવાનો મોકો મળ્યો તેનાથી મારી ખુશીનો પાર નથી રહ્યો. મને પહેલી જ વાર આવી ભૂમિકાની ઓફર મળી હતી. જેને લીધે તાત્કાલીક મે તેનો સ્વીકાર કર્યો હતો. શોનો હિસ્સો બનવા માટે વિચાર કરવાનો કોઈ પ્રશ્ર્ન જ નહતો.

તેમણે એમ પણ જણાવ્યું કે મેં ભગવાન શ્રીકૃષ્ણની વારતા વિશે થોડું વાચ્યું હતું પરંતું આ શો થકી મને ઘણી બધી વાસ્તવિકતાઓ જાણવા મળી છે.
મને આ પ્રવાસમાં ઘણુ બધુ શીખવા મળ્યું છે અને તેથી ભગવાન શ્રીકૃષ્ણની ભૂમિકા ભજવવાનો મોકો મળ્યો તેની બેસુમાર ખુશી છે. વિશાલ જેઠવાનો ભગવાન શ્રીકૃષ્ણ તરીકે અદ્ભુત પરર્ફોમન્સ જોવા માટે બીગ મેજીક, દર સોમવાર થી શુક્રવાર સાંજે 6 ફકત બીગ મેજીક પર જોવા મળશે.

print

Comments

comments

VOTING POLL