દીવાળી સુધીમાં 20 રૂપિયાની નવી નોટ આવશે

September 7, 2018 at 12:13 pm


જૂલાઈમાં 100 રૂપિયાની નવી નોટ જારી કર્યા બાદ ભારતીય રિઝર્વ બેન્ક દીવાળી સુધીમાં 20 રૂપિયાની નવી નોટ જારી કરી શકે છે. નોટની ડિઝાઈન તૈયાર થઈ ચૂકી છે અને પ્રિન્ટિ»ગ પેપર તૈયાર કરવામાં આવી રહ્યું છે. જો કે કલરને લઈને સંશય છે પરંતુ પહેલી ડિઝાઈન ઘેરા લાલ રંગના શેડ પર પ્રસ્તાવિત છે. નોટ પર યૂનેસ્કો દ્વારા વિશ્વ ધરોવર તરીકે સામેલ મહારાષ્ટ્ર અને આૈરંગાબાદ સ્થિત અજંતાની ગુફાઆેનો ફોટો હશે. નવી નોટ જૂની નોટથી અંદાજે 20 ટકા નાની રાખવામાં આવશે.

નોટબંધી બાદ નોટના નવા ક્લેવરમાં જારી કરી રહેલી ભારતીય રિઝર્વ બેન્કે 20 રૂપિયાની નવી નોટને અન્ય નવી નોટની જેમ આધુનિક સુરક્ષા ફીચર સાથે તૈયાર કર્યા છે.

નોટમાં થનારા ફેરફારનો સંકેત આરબીઆઈએ વર્ષ 2016ના વાર્ષિક રિપોર્ટમાં જ કરી દીધો હતો. 20 રૂ0પિયાની નવી નોટમાં સિક્યોરિટી ફિચર સાથે મુખ્ય ફેરફાર રંગ અને સ્મારકનો છે. હવે નવી નોટની પહેલી ડિઝાઈન ઘેરા લાલ રંગના શેડમાં છે.

print

Comments

comments

VOTING POLL