દુનિયા ઉપર તોળાઈ રહેલો મંદીનો ખતરો

January 10, 2019 at 10:48 am


વર્લ્ડ બેન્કે દુનિયાને આર્થિક મંદિરને લઈને ચેતવણી આપી છે. વિશ્વ બેન્કના સીઈઆે ક્રિસ્ટલીના જાર્જિયેવાએ કહ્યું કે ભારત જેવા વિકાસશીલ દેશોની બજારોએ નવા-નવા પડકારોનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે.

વૈશ્વિક આર્થિક સંભાવના પર રિપોર્ટ જારી કરતાં ક્રિસ્ટલીનાએ કહ્યું કે વૈશ્વિક આર્થિક વૃિદ્ધદર 2019માં ત્રણ ટકાથી ઘટીને 2.9 ટકા અને 2020માં 2.8 ટકા રહેવાનું અનુમાન છે. વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ઘટાડાનો દોર વર્ષ 2021 સુધી યથાવત રહેશે. જ્યારે વિકાસશીલ દેશોનો વિકાસદર 4.2 ટકા રહેશે જે અનુમાન કરતાં 0.5 ટકા આેછો છે. તેમણે કહ્યું કે વેપાર યુદ્ધ અને બ્રેક્ઝિટને લઈને અનિશ્ચિતતા જેવા કારણોથી આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને વિનિમાર્ણ ગતિવિધિઆેમાં મુશ્કેલીઆે વધવાનો સંકેત છે.

વ્યાપાર અને રોકાણમાં ઘટાડો આવ્યો છે. પાછલા વર્ષોથી અનેક મોટી ઉભરી રહેલી અર્થવ્યવસ્થાઆે ઉપર ભારે નાણાકીય દબાણ જોવા મળી રહ્યું છે. ક્રિસ્ટલીનાએ કહ્યું કે વિકાસશીલ દેશોએ આર્થિક ક્ષેત્રમાં સંભવિત પડકારોનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ. તેમણે રાજકોષીય અને મૌિદ્રક ક્ષેત્રમાં નીતિઆે પર નિયંત્રણ રાખવું જોઈએ. વિકાસશીલ દેશોની સરકારોએ પોતાના કરજ આપવા અને વસૂલવા ઉપર વધુ ધ્યાન આપવું પડશે. ખાસ કરીને એ દેશોને જ્યાં પહેલાંથી જ આ પ્રકારની ગંભીર ચિંતાઆે પ્રવત} રહી છે.

print

Comments

comments

VOTING POLL