દુષ્કર્મીઓને મૃત્યુદંડની સજા ફટકારતું બિલ ચોમાસું સત્રમાં આવશે

July 11, 2018 at 12:07 pm


12 વર્ષથી ઓછી ઉંમરની બાળકી સાથે દુષ્કર્મના મામલામાં મૃત્યુદંડની સજાની જોગવાઈ કરનારો અપરાધિક કાનૂન (સંશોધન) બિલ ચોમાસું સત્રમાં રજૂ કરવામાં આવશે. આ સત્ર 18 જૂલાઈથી શ થશે.
એક વખત સંસદની મહોર લાગ્યા બાદ બિલ આ સિલસિલામાં જારી વટહકમની જગ્યા લઈ લેશે. વટહકમ 21 એપ્રિલે ત્યારે લાવવામાં આવ્યો હતો જ્યારે જમ્મુ-કાશ્મીરના કઠુઆ અને ઉત્તરપ્રદેશના ઉન્નાવ દુષ્કર્મ કાંડની ગુંજ દેશભરમાં સંભળાઈ રહી હતી.
એક અધિકારીના જણાવ્યા મુજબ ગૃહ મંત્રાલયે ડ્રાફટ બિલ તૈયાર કરી લીધું છે અને ટૂંક સમયમાં તેને કેબિનેટની પણ મંજૂરી મળી જશે. બિલમાં દુષ્કર્મ મામલાની તપાસ ઝડપથી કરવાની વાત પણ કહેવામાં આવી છે. તેને અનિવાર્ય રીતે બે માસમાં પૂરી કરવી પડશે. ટ્રાયલ પણ બે માસની અંદર જ પૂરી કરવાની રહેશે. અપીલના ઉકેલનો સમય છ માસ નક્કી કરવામાં આવ્યો છે. 16 વર્ષથી ઉંમરની સગીરા સાથે દુષ્કર્મ અથવા સામૂહિક દુષ્કર્મ કરવા પર વચગાળાના જામીન આપવામાં નહીં આવે.

print

Comments

comments

VOTING POLL