દુષ્કર્મ-લૂંટ સહિતના ગુનામાં કુખ્યાત વોન્ટેડ શખસ બેડી પાસેથી ઝડપાયો

July 11, 2018 at 3:28 pm


રાજકોટમાં છેલ્લા ઘણાં સમયથી ગુનાખોરી વધી રહી છે ત્યારે પોલીસે પણ ગુનાખોરી અટકાવવા અભિયાન શરૂ કર્યું છે. ગતરાત્રીના ક્રાઈમ બ્રાંચે નાઈટ પેટ્રાેલીગ દરમિયાન એમપીના જામવા જિલ્લામાં દુષ્કર્મ, લૂંટ, દારૂ, હથીયાર સહિતના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી વોન્ટેડ શખસને ઝડપી લઈ આકરી પુછપરછ ઘર પાસે બાળકી તેમજ અવાવરૂ જગ્યા પર એકલી નીકળતી યુવતી, મહિલાઆે સહિતને ઉઠાવી અવારનવાર દુષ્કર્મ આચરવાના ગુનામાં તેમજ લૂંટ, મારામારીના ગુનામાં નાસતો ફરતો હોય મધ્યપ્રદેશ સરકારે શખસને પકડવા રૂા.20 હજારનું ઈનામ જાહેર કર્યું હોવાનું બહાર આવ્યું છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સુચનાથી એસીપી ક્રાઈમ જયદીપસિંહ સરવૈયાની આગેવાની હેઠળ ક્રાઈમ બ્રાંચના પીઆઈ એચ.એમ.ગઢવીની સુચનાથી પીએસઆઈ કાનમીયા સહિતના સ્ટાફે નાઈટ પેટ્રાેલીગ દરમિયાન એમપીના જામવા જિલ્લાના વોન્ટેડ આરોપીને ઝડપી લઈ આકરી પુછપરછ હાથ ધરી છે.

પોલીસની પ્રાથમીક તપાસમાં જામવા જિલ્લાનો વોન્ટેડ શખસ છેલ્લા ચાર વર્ષથી સીમમાં ખેત મજુરી કામે જતી સગીરાઆેને અને એકલી જતી

મહિલાઆેને ધમકી આપી અપહરણ કરી ઘરમાં ગાેંધી રાખી દુષ્કર્મ આચરવા તેમજ ધાડ, મારામારીના ગુનામાં વોન્ટેડ શખસ પોલીસની ભીસ વધતા સૌરાષ્ટ્રમાં આવ્યાની એમપી પોલીસે જાણ કરતા ક્રાઈમ બ્રાંચે સચોટ બાતમીને આધારે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની આગેવાની હેઠળ માત્ર 72 કલાકમાં જ ક્રાઈમ બ્રાંચની ટીમે બેડી પાસેથી દબોચી લઈ આકરી પુછપરછ હાથ ધરી હતી.

મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના બડીધુવારી ગામનો રમેશ માનસીગ મેડાની પુછપરછ કરતા તે અગાઉ લૂંટ, ભરૂચ અને કરજણ પોલીસ મથકના વાહન ચોરી અને લૂંટના ગુનામાં પકડાઈ ચુકયો હોવાનું બહાર આવતા પોલીસે વધુ પુછપરછ હાથ ધરી હતી.

પોલીસની વિશેષ તપાસમાં જામવા જિલ્લામાં સગીરાને ઉઠાવી ગાેંધી રાખી દુષ્કર્મ ગુજારવાના તેમજ અલીરાજપુર ગામમાં દારૂના ગુનામાં તેમજ મારામારીના ગુનામાં વોન્ટેડ હોય આ ગુનામાં મધ્યપ્રદેશ પોલીસે રૂા.20 હજારનું ઈનામ જાહેર કર્યાનું બહાર આવતા પોલીસે વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

કુખ્યાત શખસ હંમેશા હથિયાર સાથે રાખતો હોય ક્રાઈમ બ્રાંચે છૂપો વેશ ધારણ કરી દબોચી લીધો
મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાનો વોન્ટેડ કુખ્યાત શખસ સૌરાષ્ટ્રમાં આવ્યાની જાણ થતાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કુખ્યાત શખસને દબોચી લેવા હુકમ કરતા ક્રાઈમ બ્રાંચના પીઆઈ એચ.એમ.ગઢવીની સુચનાથી પીએસઆઈ કાનમીયા, જયસુખભાઈ, સંતોષભાઈ, સંજયભાઈ, રવિરાજસિંહ સહિતના સ્ટાફે સચોટ બાતમીને આધારે બેડી પાસેથી ઝડપી લીધો હોવાનું બહાર આવ્યું છે. કુખ્યાત શખસ હંમેશા હથીયાર સાથે રાખતો હોય અલીરાજપુર જિલ્લામાં પણ બાતમીદારો તેની બાતમી આપવાથી ડરતા હોવાનું તેમજ કાયમ હથીયાર સાથે રાખતો હોય રાજકોટ ક્રાઈમ બ્રાંચે છૂપો વેશ ધારણ કરી તેને બેડી પાસેથી દબોચી લીધો હતો.

કુખ્યાત શખસનો 36 સભ્યોનો પરિવાર

બેડી ગામ પાસેથી ઝડપાયેલો મધ્યપ્રદેશનો કુખ્યાત શખસ રમેશ મેડા નામના શખસને ચાર માતા, બે પત્ની, 15 બેન, 8 ભાઈ અને 8 સંતાનો હોવાનું બહાર આવ્યું છે.

print

Comments

comments

VOTING POLL