દેગામ-બાબડા રોડ ઉપર બાઇક અકસ્માતે યુવાન સહિત બે ઘાયલ

February 1, 2018 at 1:33 pm


દેગામ-બાબડા રોડ ઉપર બાઇક અકસ્માતે યુવાન સહિત બે ઘાયલ થતાં પોલીસ ફરિયાદ નાેંધાઇ છે.

પોરબંદરના છાંયાના જયોતિપાર્કના બાલકૃષ્ણનગરમાં રહેતા ધર્મેન્દ્ર મનસુખલાલ થાનકી નામના યુવાને એવી પોલીસ ફરિયાદ નાેંધાવી છે કે, તે પોતાના પરિવારના સભ્યો સાથે દેગામથી બાબડા વાડીએ બાઇકમાં જતા હતા તે દરમિયાન મામાદેવની ડેરી પાસે પાછળથી આવતા હોન્ડાના ચાલકે બેફીકરાઇથી બાઇક ચલાવી અકસ્માત સર્જતા ધર્મેન્દ્ર અને તેના પરિવારના સભ્યને ઇજા થઇ હતી.

દારૂના ધંધાથ} સામે પગલા

ધરમપુરના પાટીયા પાસે ચારણના દંગામાં રહેતા મેગા આલણસી ધોડાના મકાનમાંથી દારૂની 38 કોથળી સહિત ડોલ ભરેલો આથાે વગેરે મળી રૂા. 410ના મુદ્દામાલ સાથે તેની ધરપકડ કરી હતી. મીયાણીના ધીરૂ ભીખુ લાડકને પણ આથા સાથે પકડી પાડયો હતો.

યુવાન ઝબ્બે

પોરબંદરના ચોપાટી મેળા મેદાનની ઝુપડીમાં રહેતા અરવિંદ બાબુ સોલંકીને મોડી રાત્રે એસટી રોડ ઉપર ચોરીના ઇરાદે રખડતા પોલીસે પકડી પાડયો હતો.

print

Comments

comments

VOTING POLL