દેના બેન્કમાં રૂા.૫.૪૮ કરોડની ઠગાઈ કરનાર ચીટરે વધુ રૂા.૧૦ કરોડનું કૌભાંડ આચયુ

March 13, 2018 at 3:41 pm


શહેરના ઢેબર રોડ પર આવેલ દેના બેન્ક શાખામાં સાથે રૂા.૫.૪૮ કરોડની ઠગાઈ કરવાના ગુનામાં મુખ્ય સુત્રધારની ધરપકડ બાદ પાંચ દિવસના રિમાન્ડ મેળવી પોલીસે તપાસ કરતા અન્ય રૂા.૧૦ કરોડના કૌભાંડ ખુલતા પોલીસે ઠગાઈની રકમ કબજે કરવા તપાસનો ધમધમાટ શરૂ કર્યેા હતો. ચીટરે ઠગાઈના રૂપિયાથી કિંમતી મિલકતો વસાવી દેવાની શંકાએ તપાસ કરી હતી. દરમ્યાન ચીટર વિરૂધ્ધ મુંબઈ અને જયપુરમાં પણ ઠગાઈનો ગુનો નોંધાયો છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ દેના બેન્ક સાથે રૂા.૫.૪૮ કરોડની ઠગાઈના ગુનામાં ક્રાઈમ બ્રાન્ચે ગોંડલ રોડ પરની કોટેચા ઈન્ડસ્ટ્રીઝના હાદિર્ક મનહરલાલ કોટેચા (રહે. મુંબઈ ઘાટકોપર)ની ધરપકડ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવી તપાસ કરવા તેને વધુ કરોડોના કૌભાંડ કર્યાનું ખુલ્યું હતું.

પોલીસની તપાસમાં હાદિર્ક કોટેચાએ સ્મીથ ઈન્ડસ્ટ્રીઝના નામે ત્રણ કરોડ તેમજ કોમર્શિયલ બેન્ક સામે રૂા.૫.૫૦ કરોડની ઠગાઈ દરમ્યાન મુંબઈની એ.યુ.ફાઈનાન્સ કંપનીમાં દોઢ કરોડની લીમીટ હોય બેન્ક એકાઉન્ટ હેક કરી લીમીટ વધારી ત્રણ કરોડ ઉઠાવી લઈ ઠગાઈ કર્યાનું અને તેની સામે મુંબઈ અને જયપુરમાં પણ ઠગાઈના ગુના નોંધાતા હોવાનું બહાર આવ્યું છે.

ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એમ.એમ.ગઢવી, પીએસઆઈ સોનારા, મોહનભાઈ રામભાઈ સહિતના સ્ટાફે તપાસ કરતા ઠગાઈના ગુનામાં પકડાયેલા હાદિક કોટેચાના નામે રૂા.૨૦૦થી ૨૫૦ કરોડની પ્રોપર્ટી હોવાનું તેમજ ક્રિસ્ટલ મોલ તેમજ સિલ્વર હાઈટસ નજીક કિંમતી પ્લોટો હોય જે મિલ્કત કૌભાંડના રૂપિયાની લીધી છે કે કેમ ? વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યેા છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, ચેક રિટર્નની ફરિયાદમાં મુંબઈ પોલીસ પકડવા જતાં તેને પોલીસ બોલાવી બબાલ કરી હાદિર્ક કોટેચા નાસી ગયો હતો. પોલીસે કરોડો રૂપિયાનું કૌભાંડ કરી મિલ્કતો વસાવી હોય તેવી તમામ તપાસ કરી ઠગાઈના કરોડો રૂપિયા કબજે કરવા ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL