દેવભૂમિ દ્વારકા એસઆેજી દ્વારા ફીશરમેન અવેરનેસ તથા વ્યસન મુિક્ત અભિયાન

December 2, 2017 at 12:34 pm


દેવભૂમિ દ્વારકામાં એસઆેજીની ટીમ દ્વારા માછીમાર મિત્રોને કાયદાથી પરિચિત કરવા તથા દરિયામાં થતી શંકાસ્પદ હિલચાલની માહિતી મળી રહેઃ પોલીસ તથા માછીમાર મિત્રો સાથે આત્મીયતા જળવાઇ રહે તે હેતુથી ફિશરમેન અવેરનેશ પ્રાેગ્રામ યોજી વ્યસન મુિક્ત અંગે અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના નવ નિયુક્ત જિલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદના પોલીસ અને પ્રજા વચ્ચે આત્મીયતા જળવાઇ રહે અને માછીમારી ભાઇઆે તથા સમાજ વ્યસન મુક્ત બને તેવા ઉમદા ઉદ્દેશથી પોલીસ ઇન્સ્પેક્ટર કે.જી. ઝાલા, એસ.આે.જી. દેવભૂમિ દ્વારકા, પોલીસ ઇન્સ. એસ.એચ. શારડા, એલ.સી.બી. દેવભૂમિ દ્વારકા, સર્કલ પોલીસ ઇન્સ્પે. એમ.એન. પંડéા, ખંભાળીયા સર્કલ પોલીસ સબ ઇન્સ. એચ.આર. કુવાડિયા, એસ.આે.જી. તથા પોલીસ સબ ઇન્સ. એચ.ડી. હીગરોજા તથા આઇ.બી.ના અધિકારી વી.બી. રાણા તથા દાતના ડોક્ટર એ.આઇ. સંઘાર તથા કે.પી.ટી. હોસ્પિટલના ડોક્ટર સુનિલકુમાર તથા કસ્ટમ, કોસ્ટગાર્ડ, ડી.આર.આઇ., આઇ.આે.સી. એસ્સાર, કે.પી.ટી. વિગેરેના અધિકારીઆેની હાજરીમાં વાડીનારમાં ફિશરમેન અવેરનેશ પ્રાેગ્રામ તેમજ વ્યસન મુિક્ત પ્રાેગ્રામનું આયોજન કરવામાં આવેલ જેમાં મ્હે. પોલીસ અધિક્ષક દ્વારા માછીમારોને જરૂરી માર્ગદર્શન આપી વ્યસન મુક્ત થવા અપીલ કરવામાં આવેલ હતી.

ડોક્ટર તરફથી વ્યસનોથી થતી નુકશાની અંગે સમજ કરવામાં આવેલ અને વ્યસન છોડાવવા માટેના રસ્તાઆે વિશે જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ અને જરૂરીયાતના સમયે તાત્કાલિક અધિકારીઆેનો સંપર્ક થઇ શકે તે સારૂ સંપર્ક નંબર દશાર્વતી અને બોટના જરૂરી કાગળો રાખી શકાય તે રીતેની કાપડની થેલીઆે ર00 જેટલા બોટ માલિકોને આપવામાં આવેલ અને માછીમારોની તથા રાષ્ટ્રીય સલામતી સારૂ માછીમારો દ્વારા દરિયામાં જાય ત્યારે સરકારના આદેશાનુસાર આપની બોટને નિયત કરેલ કલરથી બોટને કલર કોડીગ કરવું જરૂરી છે, પાકિસ્તાનની એજન્સી ભારતીય બોટને બંદી બનાવી લઇ જાય છે, બાદમાં આ બોટનો ઘૂસણખોરી કરવામાં ઉપયોગ કરવામાં આવે છે, મુંબઇ (તાજ) હુમલામાં કુબેર નામની ભારતીય બોટ મારફતે આતંકવાદીઆે ગુજરાતના દરિયા માર્ગેથી જમીન પર આવ્યા હતા. આવા સમયે આપને જાણ હોય તે જે બોટ પાકિસ્તાને બંદી બનાવેલ છે. તે દરિયામાં કોઇ શંકાસ્પદ બોટ કે હિલચાલ, અજાÎયા માણસો દેખાય ત્યારે નજીકના મરીન પો.સ્ટે., કોસ્ટગાર્ડ, નેવી, અમારો (એસ.આે.જી.) કે જિલ્લા પોલીસ કંટ્રાેલ રૂમનો સંપર્ક કરી આ બાબતે જાણ કરી આપ દેશની સુરક્ષામાં મદદરૂપ થઇ શકો છો.

માછીમારી સમયે દરિયામાં ક્યારેય પણ આંતરરાષ્ટ્રીય જળસીમા (આઇ.એમ.બી.એલ.) આળંગવી નહી, બોટ લઇને જ્યારે દરિયામાં જવાનું હોય ત્યારે તેની જાણ સરકારની સંબંધિત કચેરીને કર્યા વગર ક્યારેય દરિયામાં ન જવું, દરિયામાં જતી વખતે મુવમેન્ટ રજીસ્ટરમાં જે ખલાસીઆેના નામથી નાેંધ કરી હોય તેના સિવાયની કોઇ બિન અધિકૃત વ્યિક્તને બોટમાં સાથે લઇ જવી નહી/લઇ આવવી નહી, માછીમારી માટેની બંધ સીઝનમાં યાંત્રિક બોટ લઇને માછીમારી માટે દરિયામાં ક્યારેય ન જવું, નવી માછીમારી બોટના જરૂરી રજીસ્ટ્રેશન કે માછીમારી લાયસન્સ (કોલ) મેળવ્યા વગર ક્યારેય પણ માછીમારી માટે દરિયામાં ન જવું, જે બંદરની પરવાનગી હોય તે અંદર બંદર ઉપર જ બોટ લાવવી, લઇ જવી, તે સિવાયના બંદર ઉપર જવાનું થાય તો નજીકના ફીશરીઝ ગાર્ડ/કચેરીની પરવાનગી મેળવીને જવું, બોટ જુની થઇ જાય તુટી જાય ત્યારે તેનું રજીસ્ટ્રેશન રદ કરાવી દેવું પરંતુ તે બોટના નામ નંબર ક્યારેય બીજી બોટ ઉપર ન ચડાવવા, તમોને દરિયામાં કે કિનારા ઉપર અજાણી બોટ ઘુસણખોરો, આતંકવાદીઆે દેખાય તો ચુપ રહેશે નહી અને હરક્તોની બધી માહિતી પોલીસ, કસ્ટમ, કોસ્ટગાર્ડ તથા પોર્ટ ઉપર અવશ્ય આપશો, પરંતુ માહિતી આપવાનું ક્યારે ટાળશો નહી કે નાગરિક ફરજથી ભાગશો નહી.

હંમેશા જી.પી.એસ. સિસ્ટમ ચાલુ રાખવી ક્યારેય બંધ કરવી નહી, ટંડેલ, ખલાસી કે બોટ માલિકે ક્યારેય પોતાના સરકારી આેળખપત્ર/કાગળો આપવા નહી, હંમેશા બોટના સમુહમાં નજીક-નજીકમાં ભારતીય દરિયામાં જ માછીમારી કરવી, જે બોટનું લાયસન્સ (કોલ) હોય તે જ બોટમાં ઉપયો કરવો ખોટા નામથી બોટ ચલાવી માછીમારી કરવા જવું નહી, આપણો સમાજ વ્યસન મુક્ત બને તે માટે ખાસ ભાર મુકવામાં આવેલ અને વ્યસન મુિક્ત અંગે સંકલ્પ લેવડાવામાં આવેલ વિગેરે ફરજો અદા કરવા વિનંતી કરવામાં આવેલ જે ફરજો પણ કપડાની થેલીમાં દશાર્વવામાં આવેલ છે તેમજ વ્યસન મુક્ત સમાજ માટે ખાસ પ્રયત્ન કરવામાં આવેલ સદરહું પ્રાેગ્રામમાં આશરે 200 થી વધારે માછીમાર મિત્રો/આગેવાનો હાજર રહેલ હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવામાં એસ.આે.જી. ટીમના પોલીસ ઇન્સ. કે.જી. ઝાલાના માર્ગદર્શન મુજબ દેવભૂમિ દ્વારકા એસ.આે.જી. ટીમના પોલીસ સબ ઇન્સ. એચ.આર. કુવાડીયા તથા પોલીસ હેડ કોન્સ. દેવશીભાઇ ગોજીયા, મહંમદભાઇ બ્લોચ, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, ઇરફાનભાઇ ખીરા, નાગડાભાઇ ગઢવી, પો.કો. મહાવીરસિંહ ગોહિલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, જેસલસિંહ જાડેજા, ભીખાભાઇ ગાગીયા અને લખમણભાઇ આંબલીયા વિગેરે સ્ટાફનાઆે દ્વારા કામગીરી કરવામાં આવેલ છે.

print

Comments

comments

VOTING POLL