દેશના તમામ ધામિર્ક સ્થળોનું આેડિટ કરાશેઃ સુપ્રીમનો મહત્વનો આદેશ

August 23, 2018 at 10:58 am


ધામિર્ક સ્થળો અને ચેરિટેબલ સંસ્થાનોની સફાઈ, સારસંભાળ, સંપિત્ત અને એકાઉન્ટસ સંબંધમાં સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ આદેશ આપ્યો છે. કોર્ટે જિલ્લા અદાલતોને આ અંગે સંબંધિત ફરિયાદોની તપાસ કરવા અને તેના રિપોર્ટ હાઈકોર્ટને સાેંપવા આદેશ આપ્યો છે અને આ રિપોર્ટને પબ્લીક ઈન્ટરેસ્ટ લિટિગેશન મતલબ કે જાહેરહિતની અરજી તરીકે માનવાનો આદેશ પણ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટનો આ આદેશ મંદિરો, મિસ્જદ, ચર્ચ અને અન્ય ધામિર્ક ચેરિટેબલ સંસ્થાઆે પર લાગુ થશે. જિલ્લા જજનો રિપોર્ટ પીઆઈએલની જેમ માનવામાં આવશે જેના આધાર પર હાઈકોર્ટ યોગ્ય નિર્ણય લઈ શકશે. જસ્ટિસ આદર્શ ગોયલ (સેવાનિવૃત્ત) અને જસ્ટિસ અબ્દુલ નઝીરે પાછલા મહિને જ આ મહત્ત્વપૂર્ણ આદેશ આપ્યો હતો.

બેન્ચે પોતાના મહત્ત્વપૂર્ણ નિર્ણયમાં કહ્યું કે ધામિર્ક સ્થળો પર આવનારા લોકોની સમસ્યાઆેને ધ્યાનમાં રાખી મેનેજમેન્ટમાં કમી, સાફસફાઈ, સંપિત્તની સારસંભાળ અથવા દાનની રકમનો યોગ્ય ઉપયોગ સહિતના મુદ્દે માત્ર રાજ્ય અથવા કેન્દ્ર સરકારે જ નથી વિચારવાનું પરંતુ આ મુદ્દાે કોર્ટ માટે પણ વિચારાધીન છે.

દેશમાં અત્યારે 20 લાખથી વધુ મંદિર, ત્રણ લાખ મિસ્જદ અને હજારો ચર્ચ છે. જો કે આ આદેશ બાદ એ સ્પષ્ટ છે કે ન્યાયપાલિકા પર વધુ દબાણ આવશે જ. અત્યારે દેશમાં 3 કરોડ જેટલા કેસ પેન્ડીગ છે અને હાઈકોર્ટ તથા જિલ્લા અદાલતોમાં મોટી સંખ્યામાં પદ ખાલી પડયા છે. એકલા તામિલનાડુમાં જ 7000થી વધુ પ્રાચીન મંદિરો આવેલા છે.

print

Comments

comments

VOTING POLL