દેશના 102 શહેરો વચ્ચે બનશે ગ્રીન કોરિડોર

January 12, 2019 at 10:31 am


કેન્દ્ર સરકારે જે 102 શહેરોમાં રાષ્ટ્રીય સ્વચ્છ હવા કાર્યક્રમની પ્રક્રિયા શરૂ કરી છે તેમાં સ્વચ્છ Iધણ સીએનજીથી વાહનોના સંચાલન માટે ગ્રીન કોરિડોર બનાવવામાં આવશે.
કેન્દ્ર સરકારે કહ્યુંકે યોજના હેઠળ આ શહેરો તથા તેને આંતરિક રીતે જોડનારા તમામ માર્ગો પર સીએનજી પમ્પનું નેટવર્ક સ્થાપિત કરવાનો પણ પ્રસ્તાવ છે.
આ અંગે ટૂંક સમયમાં કામ શરૂ કરી દેવામાં આવશે જેથી આ શહેર એક ગ્રીન કોરિડોર દ્વારા આંતરિક જોડાઈ જશે અને તેની આબોહવામાં વધુ સુધારો આવી શકશે.
આ યાદીમાં ઉત્તરપ્રદેશના 15 શહેરો છે જેમાં આગ્રા, અલ્હાબાદ, અનપારા, બરેલી, ફિરોઝાબાદ, ગજરૌલા, ગાજિયાબાદ, ઝાંસી, કાનપુર, ખુજાર્, લખનૌ, મુરાદાબાદ, નોઈડા, રાયબરેલી તથા વારાણસીનો સમાવેશ થાય છે. સરકારે 102 શહેરોમાં આવનારા પાંચ વર્ષ દરમિયાન પ્રદૂષણનું સ્તર પીએમ 1.5 અને 10ના ઉત્સર્જનમાં 30 ટકાનો ઘટાડો લાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. સરકારની કોશિશ છે કે આ લક્ષ્યાંકને હાંસલ કરવા માટે દરેક સંભવ અને દરેક સ્તરે ગંભીર પ્રયાસ થવો જોઈએ.

print

Comments

comments

VOTING POLL