દેશની જનતાને ઘાયલ કરતી મોંઘવારી

September 16, 2017 at 7:10 pm


છેલ્લા દોઢ-બે માસથી દેશના સામાન્ય માણસોની ચચર્નિો સૂર એ હોય છે કે સરકાર ગમે તે દાવા કરે પરંતુ મોંઘવારી ફરી વધી રહી છે. જીએસટીનો અમલ ચાલુ થયો ત્યારે પ્રધાનોએ દાવા કયર્િ હતા કે જીએસટીના આગમન પછી મોંઘવારી ઘટશે. પરંતુ, અત્યારે તો એ આશા ફળીભૂત થતી લાગતી નથી. ઉલ્ટાનું હવે તો સરકારી આંકડાઓમાં જ એવી કબૂલાત ડોકાવા માંડી છે કે મોંઘવારી સતત વધવા લાગી છે. ઓગસ્ટ મહિનામાં જથ્થાબંધ ભાવાંકમાં 3.24 ટકાની વૃદ્ધિ નોંધાઇ છે. છેલ્લા ચાર મહિનામાં આ સૌથી તીવ્રત્તમ ઉછાળો છે.

સરકારી ડેટા જ કહે છે કે અનાજ અને શાકભાજીના ભાવો ઉપરાંત પેટ્રોલ-ડીઝલ જેવી પેટ્રોલિયમ પેદાશોમાં થયેલો ભાવવધારો આ ઉછાળા માટે દોષિત છે. સરકારી આંકડા કહે છે કે શાકભાજીના ભાવોમાં ગયાં વર્ષના આ સમયગાળાની સરખામણીએ 44.91 ટકાનો વધારો થયો છે. ડુંગળીના ભાવોમાં 88.46 ટકાનો વધારો નોંધાયો હતો. દાળ, ફળો, કઠોળ, ડાંગર આ બધાના ભાવોમાં સાત ટકા સુધીનો વધારો નોંધાયો છે. બળતણ અને વીજળીના ભાવોમાં 9.99 ટકા વધ્યા છે તો સ્થાનિક ઉત્પાદન ઘટતાં વીજળીના દર પણ વધ્યા છે. આ તો બધા સરકારી આંકડા છે. સામાન્ય માણસ સુધી પહોંચતી મોંઘવારીની ઝાળ વધારે દાહક અને વધારે લાંબી થઇ જતી હોવાનો સૌનો અનુભવ છે.

વધતી મોંઘવારી સામે નોટબંધી અને જીએસટીની ડબલ ઇમ્પેક્ટથી અર્થતંત્ર સુસ્ત બની ચૂક્યું છે. તેજીના અભાવે આર્થિક ગતિવિધિઓ મંદ પડી છે. તેના કારણે લોકોની આવકો વધવાનું તો બાજુ પર રહ્યું પરંતુ હયાત નોકરીઓ કે કામકાજની તકો પણ ઝૂંટવાઇ જવા લાગી છે. આઇટી જેવા ઉદ્યોગમાં પણ છટણીનો દોર શરૂ થયો છે. નાના કારખાનેદારો અને નાના વેપારીઓ પણ ભારે ભીંસ અનુભવી રહ્યા છે. મોંઘવારી વધી રહી છે અને મોંઘવારી સામે લડી શકવાની ક્ષમતા પણ ક્ષીણ થતી જાય છે. સરકાર મોંઘવારીના વધતા આંકને પણ વિકાસવૃદ્ધિ ના ગણાવી દે તો સારું !

print

Comments

comments

VOTING POLL