દેશમાં પ્રથમવાર રાજકોટમાં 12 માળની આવાસ યોજના પર ચિત્રકામ

January 7, 2019 at 6:35 pm


રાજકોટ મહાપાલિકા દ્વારા સમગ્ર દેશમાં પ્રથમવાર પિબ્લક હાઉસિંગ પ્રાેજેકટ (આવાસ યોજના)ના 12 માળના બિલ્ડિંગની દિવાલો પર ચિત્રકામ કરી નવો રેકોર્ડ પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે તેમ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, અદ્ભૂત ચિત્રકામ બદલ મ્યુનિ.કમિશનરે ચિત્રકારોને અભિનંદન પાઠવ્યા હતા.

વધુમાં મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ ‘આજકાલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દેશમાં કોઈપણ શહેરમાં પિબ્લક હાઉસિંગ પ્રાેજેકટના 12 માળના બિલ્ડિંગ પર આટલા વિશાળ કદનું ચિત્ર દોરવામાં આવ્યું હોય તેવું તેમની જાણમાં નથી. ગરબા રમતાં ખેલૈયા, સ્વચ્છ ઝુંબેશ, ભીનો અને સૂકો કચરો વગ}કૃત કરી આપવો વિગેરેના પ્રેરણાદાયી તેમજ સાંસ્કૃતિક સંદેશાઆે સાથેના ચિત્રો દોરવામાં આવ્યા છે. તદ્ ઉપરાંત મહાત્મા ગાંધીજીના વિશાળ કદના ચિત્ર પણ બનાવવામાં આવ્યા છે. અદ્ભૂત ચિત્રો નિહાળી રહેવાસીઆે પણ ખુશ થઈ ગયા છે.

રાજકોટ મહાપાલિકા તંત્ર દ્વારા શહેરની આેળખ ‘કલરફૂલ સિટી’ તરીકે પ્રસ્થાપિત થાય તે દિશામાં કાર્યવાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં વિવિધ આવાસ યોજનાઆેની ઈમારતો પર વધુ ચિત્રો દોરવા મટે આયોજન ઘડાઈ રહ્યાનું સૂત્રોએ જણાવ્યું છે.

print

Comments

comments

VOTING POLL