દેશમાં વધશે માત્ર 12 સરકારી બેન્કો: મોટાભાગની બેન્કોનો વિલય થશે

July 17, 2017 at 11:38 am


એસબીઆઈમાં તેની પાંચ સહયોગી બેન્કોના વિલયની પ્રક્રિયા કેન્દ્ર સરકાર માટે અપેક્ષા કરતાં સારી રહી છે અને હવે સરકારી ક્ષેત્રની બેન્કોમાં વિલયનું મોટું પગલું લેવા સરકાર જઈ રહી છે.
નાણા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ એવી માહિતી આપી છે કે હવે દેશમાં ફક્ત 12 સરકારી બેન્કો વધશે અને બાકીની બેન્કોનો વિલય કરવામાં આવશે. આ માટે ઝડપથી ફાઈલો આગળ વધી રહી છે.
દેશના ત્રણ મોટા બેન્ક પંજાબ નેશનલ બેન્ક, કેનેરા બેન્ક અને બેન્ક ઓફ ઈન્ડિયાના નેતૃત્વમાં વિલયની ગાડી આગળ વધશે. સરકાર વિલયને લઈને આક્રમક પધ્ધતિથી અત્યારે આગળ વધવા માગતી નથી પરંતુ હવે તેને લાંબા સમય સુધી પેન્ડીંગ રાખવા માગતી નથી.
પ્રથમ ચરણમાં 21 વર્તમાન સરકારી બેન્કોની સંખ્યા ઘટાડીને 12 કરવાનો વિચાર ચાલી રહ્યો છે. પ્રથમ ચરણમાં ઘણી બધી બેન્કોનો વિલય થશે. અત્યારે દેશમાં સરકારી 21 બેન્કો છે અને બીજા તબક્કામાં સરકારી બેન્કોની સંખ્યા વધુ ઘટી જવાની છે. આમ તો આ યોજના પર છેલ્લા 15 વર્ષથી વિચાર ચાલતો હતો પરંતુ હવે તેમાં ઝડપ લાવવામાં આવી રહી છે અને આગામી સમયમાં જ ગમે ત્યારે તેની સત્તાવાર જાહેરાત પણ થઈ શકે છે.

print

Comments

comments

VOTING POLL