દેહાંતદંડમાં ફાંસીને બદલે અન્ય પદ્ધતિ અપનાવવા અરજી

October 7, 2017 at 10:36 am


વકીલ ઋષિ મલ્હોત્રાએ દેહાંતદંડમાં ફાંસીને બદલે અન્ય ઓછી પીડાદાયક પદ્ધતિ અપ્નાવવાની દાદ ચાહતી કરેલી અરજીના સંબંધમાં સર્વોચ્ચ અદાલતની બેન્ચે કેન્દ્ર પાસે ત્રણ અઠવાડિયાંમાં જવાબ માગ્યો છે.

ન્યાયમૂર્તિ દીપક મિશ્રાના નેતૃત્વ હેઠળની બેન્ચમાં ન્યાયમૂર્તિ એ. એમ. ખાનવિલકર અને ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચુડનો પણ સમાવેશ થાય છે.બેન્ચે દેશના બંધારણને દયાળુ અને મૂળભૂત માર્ગદર્શક પુસ્તક ગણાવીને જણાવ્યું હતું કે દેહાંતદંડનો સામનો કરી રહેલી વ્યક્તિ શાંતિથી મૃત્યુ પામે તે માટે કાયદામાં સુધારો કરવા વિચારણા કરી શકાય.અરજદારે જણાવ્યું હતું કે ફાંસી જેને અપાય છે તેને બહુ જ શારીરિક પીડા થાય છે.તેણે જણાવ્યું હતું કે કાયદા પંચે પોતાના 187મા અહેવાલમાં એ વાત નોંધી હતી કે અનેક દેશે ફાંસીની સજા રદ કરી છે અને તેના વિકલ્પ તરીકે વીજળીના આંચકા, ગોળી મારવી કે જીવલેણ ઇન્જેક્શન આપવા જેવી પદ્ધતિ અપ્નાવી છે.

print

Comments

comments

VOTING POLL