દ્વારકાધિશ સમક્ષ શિશ ઝુકાવી ગુજરાત પ્રવાસનો પ્રારંભ કરતા વડાપ્રધાન મોદી

October 7, 2017 at 11:14 am


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ચારધામ પૈકીના એક એવા દ્વારકાના જગત મંદિરમાં શિશ ઝુકાવીને ગુજરાતના બે દિવસના પ્રવાસનો પ્રારંભ કર્યો હતો, નિયત સમયે જામનગર ખાતેના એરફોર્સ મથક પર વડાપ્રધાન આવી પહાેંચ્યા હતા ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિતના કાફલાએ વડાપ્રધાનનું સ્વાગત કર્યુ હતું અહીથી હેલીકોપ્ટરમાં બેસીને વડાપ્રધાન સીધા દ્વારકા જવા રવાના થયા હતા અને દ્વારકાના હેલીપેડથી દર્શન કરવા માટે જગત મંદિરમાં પહાેંચ્યા હતા અને ભગવાન દ્વારકાધિશના દર્શન કરીને ત્યારબાદ દ્વારકાના qક્રસ્ટલ મેદાન ખાતે સભાને સંબોધવા માટે આવી પહાેંચ્યા હતા, સભા સ્થળે ગુજરાત ભાજપના મોટા ભાગના દિગ્ગજો ઉપસ્થિત રહયા હતા.

આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર આવી પહાેંચતા રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ, પુર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, જીલ્લા કલેકટર રવિશંકર અને એસપી પ્રદિપ શેજુળ, એરફોર્સના અધિકારીઆેએ તેમનું સ્વાગત કર્યુ હતું અને વાયુસેનાના હેલીકોપ્ટરમાં તેઆે દ્વારકા જવા રવાના થયા હતા.

વડાપ્રધાન દ્વારકા આવી પહાેંચતા તેમનું હેલીપેડ ઉપર સ્વાગત કરવામામં આવ્યુ હતું વડાપ્રધાનની સાથે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિતનો કાફલો જોડાયો હતો, આ સમયે મંત્રી ચિમનભાઇ સાપરીયા, બાબુભાઇ બોખીરયા, ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજા, સાંસદ પુનમબેન માડમ, ધારાસભ્ય પબુભા માણેક, વસુબેન ત્રિવેદી, પુર્વ ધારાસભ્ય હકુભા જાડેજા, મુળુભાઇ બેરા, કાળુભાઇ ચાવડા, જામનગર ભાજપના શહેર અધ્યક્ષ હસમુખભાઇ હિંડોચા, મેયર પ્રતિભાબેન કનખરા, ડે. મેયર ભરત મહેતા, સ્ટે. કમિટીના ચેરમેન કમલાસિંહ રાજપુત, નેતા ધર્મરાજસિંહ જાડેજા, દંડક દિવ્યેશ અકબરી, જીલ્લા પોલીસ વડા પારગી, રોહન આનંદ, ડીડીઆે રાજેન્દ્ર રાવલ, મુકેશ પંડયા, કેતન જોશી, તથા મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહયા હતા.

વડાપ્રધાન ભગવાન દ્વારકાધિશના દર્શને ગયા હતા ત્યાં તેઆેએ કાળીયા ઠાકોરના દર્શન કરીને ધન્યતા મેળવી હતી, ત્યારબાદ તેઆેએ પાદુકા પુજન કર્યુ હતું. વડાપ્રધાને બેટ દ્વારકા વચ્ચે રૂા 962 કરોડના ખર્ચે બનનારા સિગ્નેચર બ્રિજનું ખાત મુહુર્ત કર્યુ હતું, ગુજરાત રાજયમાં રૂા. 5825 કરોડના ખર્ચે 4 એનએચ પ્રાેજેકટનો પ્રારંભ કરાવ્યો હતો, ઉપરાંત ગડુ-પોરબંદરના 93.56 કીમીના રસ્તાનું ખાત મુહતુર્ કર્યુ હતું અને આ રસ્તો રૂા. 370 કરોડના ખર્ચે બનશે તેમજ રૂા. 1600 કરોડના ખર્ચે બનનારા 116.24 કીમી ના રસ્તાનું પણ ખાત મુહુર્ત કર્યુ હતું.
વડાપ્રધાને દ્વારકા સરકીટ હાઉસ પાસે આવેલા qક્રસ્ટલ મેદાન ખાતે સભાને સંબોધન કર્યુ હતું જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા, સભા પુરી થયા બાદ તેઆે તરત જ ચોટીલા જવા નિકળ્યા હતા.

print

Comments

comments

VOTING POLL