દ્વારકાધીશ મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવની રનિંગ કોમેન્ટરી રેડિયો ઉપરાંત મોબાઇલ એપથી સાંભળી શકાશે

August 30, 2018 at 3:51 pm


દ્વારકાના જગત મંદિરમાં તા.3 સપ્ટેમ્બરે ઉજવાનાર કૃષ્ણ જન્મોત્સવના નજરે જોયો આહેવાલ આકાશવાણી-રાજકોટની વર્ષોની પરંપરા પ્રમાણે આ વર્ષે પણ પ્રસારિત થશે. તેમાં તા.3 સપ્ટેમ્બર સોમવારે રાત્રે 11-30થી આ રનિંગ કોમેન્ટરી સાંભળી શકાશે. સગર સેન્ટ્રલ યુનિ. સગર (મ.પ્ર.)ના કુલપતિ અને ભાષા સાહિત્યના પ્રખર વિદ્વાન ડો.બળવંત જાની નિજ મંદિરમાંથી તેમજ વરિષ્ઠ પત્રકાર, લેખક જવલંત છાયા બાü પરિસરમાંથી આંખે જોયો અહેવાલ આપશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, ઇ.સ.1965માં આકાશવાણી-રાજકોટ પરથી જન્માષ્ટમીના વિશેષ પ્રસારણની શરૂઆત થઇ હતી. પ્રતિવર્ષ જુદાજુદા નામાંકિત સાહિત્યકારો, વિદ્વાનો તેમજ લોક સાહિત્યકારો આ કોમેન્ટરી માટે આકાશવાણી નિમંત્રણ આપે છે અને આ પ્રસારણ અત્યંત લોકપ્રિય બની રહે છે. આ કોમેન્ટરી અમદાવાદ-વડોદરા અને ભુજ પરથી પણ રિલે કરવામાં આવે છે. હવે જુદી-જુદી ટેલિવિઝન ચેનલ્સ દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવતું હોવા છતાં આ રેડિયો કોમેન્ટરીની લોકપ્રિયતા યથાવત રહી છે. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટઝ ઉપરાંત સ્માર્ટફોનમાં આ લિંક પરથી એપ્લીકેશન ડાઉનલોડ કરી શકાશે બ્રાઉઝરમાં 117.218.29.121ઃ8000/તtયિફળ.ળા3 લિંક િક્લક કરીને આ કોમેન્ટરી સાંભળી શકાશે. કાર્યક્રમ અધ્યક્ષ વસંત જોશીના માર્ગદર્શનમાં કાર્યક્રમ અધિકારી પ્રેરક વૈÛ સમગ્ર પ્રસારણની જવાબદારી ભરત ચતવાણીના સહયોગથી સાંભળી રહ્યા છે. આ પ્રસારણ માટે ઉપમહાનિર્દેશક આહીરવારે વિષ્ણુ ગંગારામાણી અને વિશાલ સિંઘ દ્વારા યાંત્રિક સહયોગ આપ્યો છે.

print

Comments

comments

VOTING POLL