દ્વારકાના જગતમંદિરની સફાઇનો કોન્ટ્રાક્ટ દેશની વિખ્યાત કંપનીને સાેંપવાનો નિર્ણય

March 20, 2017 at 2:28 pm


કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે ત્યારે રાજ્ય સરકારે યાત્રાધામોને સ્વચ્છ બનાવવા માટે અગત્યનો નિર્ણય લીધો છે, હવે દેશની વિખ્યાત કંપની દ્વારકા જગતમંદિર તેમજ સોમનાથ મંદિરને સ્વચ્છ બનાવવાનો નિર્ણé લેવામાં આવ્યો છે.

ગુજરાતમાં કુલ આઠ યાત્રાધામોને સ્વચ્છ બનાવવા માટે સરકાર દ્વારા પ્લાન ઘડી કાઢવામાં આવ્યો હતો, જેમાંના દ્વારકાના જગતમંદિર અને પ્રથમ જ્યોતિલીગ એવા સોમનાથ મહાદેવ મંદિરની દેશની પ્રખ્યાત બીવીજી કંપનીને આ મંદિરની સાફ સફાઇ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, આ કંપની દ્વારા આ પહેલા પણ રાષ્ટ્રપતિ ભવન, વડાપ્રધાન કચેરીને સ્વચ્છ કરવા માટેની જવાબદારી લીધી હતી અને આ જવાબદારને સંપૂર્ણ નિભાવી હતી, ત્યારે હવે આ કંપની આ બન્ને તીથર્સ્થાનોને સ્વચ્છ રાખવાની જવાબદારી ઉપાડશે, જેના પર મુખ્યમંત્રી દ્વારા મહોર મારવામાં આવી છે.

દ્વારકાના સોમનાથ મંદિરની મુલાકાતે આવતા શ્રધ્ધાળુઆેને આવનારા દિવસોમાં મંદિર પરિસરમાં સ્વચ્છતાના દર્શન થશે, તેમજ આ મંદિરમાં ગંદકી કરનાર શખ્સો સામે આ કંપની દ્વારા આકરા પગલાં પણ લેવામાં આવશે તેવું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે, સૌરાષ્ટ્રમાં આવેલા આઠ તીથર્ધામો પૈકી બે તીથર્સ્થાનોને સ્વચ્છ બનાવવાના કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યા છે, ત્યારે બાકી રહેલા છ તીથર્સ્થાનોના કોન્ટ્રાક્ટ આપવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.

મૂળ પુનાની બીવીજી કંપની દ્વારા દેશના મહત્વના ગણાતા એવા રાષ્ટ્રપતિ ભવન તથા વડાપ્રધાન કચેરીની સ્વચ્છતા માટે અનેક મહત્વની કામગીરી કરી હતી અને જેને ધ્યાને લઇ સૌરાષ્ટ્રના સૌથી મહત્વના ગણાતા દ્વારકા જગતમંદિર અને સોમનાથ તીથર્સ્થાનને સ્વચ્છ કરવાની જવાબદારી સાેંપવામાં આવી છે, તેમ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. પૂનાની આ કંપની પ્રથમવાર દ્વારકા જિલ્લામાં સફાઇ ઝુંબેશ ચલાવશે. આ ઉપરાંત તીથર્સ્થાનોની આવેલા વિસ્તારોમાં પણ સ્વચ્છતા ઝુંબેશ ચલાવવામાં આવશે.

print

Comments

comments

VOTING POLL