દ્વારકાના દરિયામાં ડૂબી જતાં બે બહેનોના એકના એક ભાઈનું મોત

August 27, 2018 at 11:22 am


મુળ દ્વારકાના દરિયામાં અરણેજ ગામનો રજપુત કિશોર ડુબી જતાં તેનું મોત થતાં ભારે અરેરાટી વ્યાપી છે.

બનાવની વિગત મુજબ કોડીનાર તાલુકાના અરણેજ ગામે રક્ષાબંધનના પવિત્ર દિવસે જ બે બહેનોના એકમાત્ર ભાઈ અને ધો.12માં અભ્યાસ કરતો જયપાલ ગોવિંદભાઈ પઢીયાર બહેનો પાસે રાખડી બંધાવી તેના મિત્રો સાથે કોડીનાર ફરવા જવાનું કહી ઘરેથી નીકળી મુળ દ્વારકા બંદરે દરિયા કાંઠે જયપાલ તેના મિત્રો સાથે ન્હાવા જતાં અને અચાનક જયપાલ દરિયાના ઉંડા પાણીમાં ડુબી જતાં તેના મિત્રોએ દેકારો કરી માછીમારોએ દરિયામાં ઝંપલાવી જયપાલને બચાવવા પ્રયાસ કરી જયપાલને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સમાં કોડીનાર સરકારી દવાખાને ખસેડાતા ત્યાં ફરજ પરના ડોકટરે જયપાલ પઢીયાર ઉ.વ.17ને મૃત જાહેર કરતા રક્ષાબંધનના પવિત્ર દિવસે જ બે બહેનોના એકના એક ભાઈ ગુમાવતા પરિવારમાં ભારે માતમ છવાયો હતો. અરણેજ ગામમાં મોટા પ્રમાણમાં પઢીયાર પરિવારની વસ્તી હોય સમગ્ર ગામમાં ભારે શોકની લાગણી છવાઈ છે. આ ઘટનાની જાણ થતાં રાજપુત સમાજના અગ્રણીઆે અને ગ્રામજનો કોડીનાર સરકારી દવાખાને ઉમટી પડયા હતા.

print

Comments

comments

VOTING POLL