દ્વારકામાં દેશભરના તિર્થક્ષેત્રના પંડીતોનું આજથી ત્રિ-દિવસીય મહાસંમેલન

May 7, 2018 at 1:18 pm


દ્વારકાના તિર્થ પંડા સભાના ઉપક્રમે ત્રણ દિવસ સુધી દ્વારકાના કચ્છી આહિર સમાજ-સંકુલ ખાતે દેશભરના 70 જેટલા તિર્થ ક્ષેત્રોના પંડીતો દ્વારા ત્રિ-દિવસીય મહાસંમેલન શરૂ થયું છે, તિર્થ ક્ષેત્રોની પ્રાચીનતા અને અવાર્ચીનતા, હેરીટેજનો વારસો, તિર્થ ક્ષેત્રોનો વિકાસ, તિર્થ ક્ષેત્રોમાં યાત્રીકોને તેમજ પંડીતોને પડતી મુશ્કેલીઆે, તિર્થ ક્ષેત્રોમાં મળતી સુવિધાઆે તથા સુધારાની શકયતાઆે, યાત્રીકોને તીર્થ ક્ષેત્રની મહત્તા, ઇતિહાસ અને ઐતિહાસિક મહત્વ સહિતની જાણકારી આપવા સહિતના મુદાઆે પર રામેશ્વરમ, હરીદ્વાર, બદ્રીનાથ, કેદારનાથ, નાસી, ગયા, કાશી, મથુરા, નાથદ્વારા, કન્યાકુમારી સહિતના દેશના 70 જેટલા તિર્થસ્થળોના તિર્થ પંડીતો દ્વારા આજથી સતત ત્રણ દિવસ સુધી મહાસંમેલનમાં વિચાર-વિમર્શ કરવામાં આવનાર છે.

અખિલ ભારતીય તિર્થ પુરોહીત પંડા સભાના પ્રમુખ મહેશ પાઠક પણ મહાસંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતાં, કાર્યક્રમમાં ઉદઘાટન રાજયમંત્રી જયેશભાઇ રાદડીયા હસ્તે કરવામાં આવ્યું હતું, આ ઉપરાંત અતિથી વિશેષ તરીકે સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય પબુભા માણેક સહિતના મહાનુભાવો તથા સ્થાનીય સંતો-મહંતો અને દ્વારકાના તિર્થ પુરોહીત પણ ઉપસ્થિત રહ્યા હતાં, દ્વારકાની ગુગ્ગળી જ્ઞાતિ 505 તથા તિર્થ પુરોહીત પંડા સભાના પ્રમુખ અશ્વિનભાઇ પુરોહીત, ઉપપ્રમુખ જગદીપ મીન, મંત્રી યજ્ઞેશ ઠાકર અને નારાયણ વાયડા, પુરૂષોતમ વાયડા વગેરેએ પંડીતો સાથે સંકલન કરી સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે.

જગતમંદિરે ધ્વજારોહણ-સાંસ્કૃતિક કાર્યક્રમો

ત્રણ દિવસના મહાસંમેલનના પ્રથમ દિવસે દ્વારકાધીશ જગતમંદિરના શિખર પર નુતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ધ્વજાજીની શોભાયાત્રા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતાં, સતત ત્રણ દિવસ સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો ચાલુ રહેનાર છે.

print

Comments

comments

VOTING POLL