દ્વારકા જિલ્લામાં ખેડૂતોને સીગલ ફીસ લાઇટ ર4 કલાક આપવા ભારતીય કિશાન સંઘની માંગ

October 5, 2017 at 1:16 pm


દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂતોને સીગલ ફીશ લાઇટ ર4 કલાક આપવામાં આવતી હતી, જે છેલ્લા છ મહિનાથી બંધ કરવામાં આવી હોય, આ અંગે જિલ્લા કલેકટરને ભારતીય કિશાન સંઘ દ્વારા ફરીથી રાબેતા મુજબ વિજળી આપવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોને સીગલ ફીશ લાઇટ પહેલા ર4 કલાક આપવામાં આવતી હતી, જે છેલ્લા છ મહિનાથી બંધ કરી દેવામાં આવી છે, તેવો આક્ષેપ ભારતીય કિશાન સંઘ દ્વારા કરવામાં આવ્યો છે, આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ખેડૂતો ર4 કલાક વાડીમાં રહેતા હોય, તેમના બાળકો અભ્યાસાથ£ ગામમાં જતા હોય છે, બાળકોને શાળાએથી આવ્યા બાદ અભ્યાસ અને અન્ય ઘરકામ દિવસે જ કરી લેવું પડતું હોય છે, કારણ કે રાત્રે લાઇટ હોતી નથી, વધુમાં જણાવ્યું હતું કે, જેમને જમીન નથી, ઘર નથી એમને મફતમાં લાઇટ આપે છે, જ્યારે ખેડૂતો વાડીએ મકાન બનાવી રહે છે, પરંતુ તેમના બાળકોને અંધારામાં જ સૂવું પડે છે, તે પણ ઝેરી જનાવરો વચ્ચે. આમ ખેડૂતોને તેમના ખેતર-વાડીમાં ર4 કલાક ફીસ લાઇટ જે બંધ કરેલ છે તે ફરી શરૂ કરી ખેડૂતોની મુશ્કેલી દૂર કરવાનું કલેકટરને આપેલા આવેદનપત્રમાં ભારતીય કિશાન સંઘ દ્વારા માંગ કરવામાં આવી છે.

print

Comments

comments

VOTING POLL