દ્વારકા નગરપાલિકાની ચૂંટણીમાં ર8 બેઠકો માટે 1ર7 મુરતીયાઆે મેદાનમાં

February 5, 2018 at 1:42 pm


ચાલુ માસમાં યોજાનાર દ્વારકા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના ફોર્મ ભરવાના આજે અંતિમ દિવસે પણ ઉમેદવારોનો ઉત્સાહ દ્વારકાની પ્રાંત અધિકારી કચેરીએ જોવા મળ્યો હતો અને ગઇકાલના 103 ઉમેદવારોની સંખ્યામાં આજે વધુ ર4 ઉમેદવારોએ ઝંપલાવતા કુલ 1ર7 ઉમેદવારોએ દાવેદારી નાેંધાવી છે, હાલમાં નવા સીમાંકન પછી દ્વારકા નગરપાલિકામાં કુલ નવ વોર્ડને બદલે સાત વોર્ડ બન્યા હોય અને દરેક વોર્ડમાં પહેલાના ત્રણ ઉમેદવારોની જગ્યાએ આ વખતથી એક વોર્ડમાંથી ર પુરૂષ તથા ર મહિલા એમ કુલ 4 ઉમેદવારોને ચૂંટવાના થતા હોય અને મુખ્ય પક્ષો ભાજપ સહિત મોટી સંખ્યામાં અપક્ષોએ પણ મેદાનમાં ઝંપલાવ્યું હોય આગામી તા. 17મીએ યોજાનાર ચૂંટણી રોચક બની રહે તેવા અેંધાણ જોવા મળી રહ્યા છે. આગામી તા. 19મીએ ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે.

કાલાવડમાં ભાજપના છ ઉમેદવારો કપાયા, જામજોધપુર અને ધ્રાેલમાં રીપીટ થીયરી

જામનગર જિલ્લાની 3 નગરપાલિકાની ચૂંટણી 377 ઉમેદવારો મેદાનમાં છે ત્યારે આ ચૂંટણીમાં કેટલાકના પતા કાપવામાં આવ્યા છે જયારે ભાજપના 6 ઉમેદવારોના પતા કટ્ટ થઇ ગયા છે, ધ્રાેલ અને જામજોધપુરમાં રીપીટ થીયરી અપનાવવામાં આવી છે. કાલાવડ નગરપાલિકાની ચૂંટણીમાં ગયા વર્ષે ભાજપ વિજેતા બન્યું હતું જેમાં ભાજપને 15 અને કાેંગે્રસને 6 બેઠક મળી હતી, આ વર્ષે 7 વોર્ડની ચૂંટણી યોજાશે જેમાં ભાજપ-કાેંગ્રેસના 32-32 અને 14 અપક્ષોએ પત્રકો ભર્યા છે નગરપાલિકાના પ્રમુખ મનોજભાઇ જાની, ઉપપ્રમુખ qક્રષ્નાબેન જાડેજાને રીપીટ કરાયા છે જયારે પૂર્વ પ્રમુખ મુકેશભાઇ મહેતાને ટીકીટ અપાઇ છે.

ધ્રાેલ નગરપાલિકામાં 7 વોર્ડમાં 166 સભ્યોએ ફોર્મ ભર્યા છે, જેમાં ભાજપના 57 અને કાેંગ્રેસના 31 ઉમેદવારો મેદાનમાં છે, ભાજપે મોટાભાગના સભ્યોને રીપીટ કર્યા છે ગઇ ચૂંટણીમાં ભાજપને 7 અને કાેંગ્રેસને 13 બેઠક મળી હતી, જયારે એક બેઠક અપક્ષને ફાળે ગઇ હતી. જામજોધપુર નગરપાલિકામાં 132 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, જેમાં ભાજપના 69 અને કાેંગ્રેસના 53 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છ અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે. જામનગર જિલ્લાની ત્રણ નગરપાલિકાની ચૂંટણીમાં બન્ને રાજકીય પક્ષો ભાજપ અને કાેંગે્રસ એડીચોટીનું જોર લગાડી રહ્યાં છે અને આવતીકાલે ફોર્મ ભરત ખેંચાયા બાદ ચિત્ર સ્પષ્ટ થઇ જશે.

ધ્રાેલ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે 7 વોર્ડમાં ઉમેદવારો જાહેર કર્યા

નગરપાલિકાની ચુંટણીમાં ભાજપે સાત વોર્ડની 28 બેઠક માટે સતાવાર યાદી જાહેર કરી દીધી છે જોકે હજૂ કાેંગે્રસ દ્વારા કોઇ યાદી જાહેર કરવામાં આવી નથી, ગઇ ટર્મમાં ભાજપે સતા ગુમાવી હતી, આ વખતે ભાજપનું મોવડી મંડળ સતા મેળવવા સક્ષમ ઉમેદવારોને મેદાનમાં ઉતારી રહી છે. ભાજપની યાદીમાં વોર્ડ નં. 1માં મેરાજભાઇ કાદરશા શાહમદાર, મીખીબેન સામતભાઇ ઝુંઝા, ધનરાજભાઇ ગોવિંદભાઇ પરમાર અને વિજયભાઇ ટપુભાઇ વાઘેલા વોર્ડ નં.રમાં મંગુબેન નરશીભાઇ ચાવડા, રણછોડભાઇ પોપટભાઇ પરમાર, જયશ્રીબેન મનસુખભાઇ પરમાર અને કીશોરભાઇ ચંદુભાઇ ચાવડા, વોર્ડ નં.3માં ભારતીબેન મહેશભાઇ પરમાર, નેહાબા પ્રધ્યુમનસિંહ જાડેજા, દયાળજીભાઇ કચરાભાઇ પરમાર અને શમીરભાઇ ઉષાકાંતભાઇ શુકલની યાદી જાહેર કરાઇ છે.

વોર્ડ નં.4માં નરેન્દ્રસિંહ દિલાવરસિંહ સુડાસમા, તેજીબેન લીબાભાઇ વરૂણ, અમીનબેન હારૂન મકવાણા, સલીમભાઇ હાશમાણી, વોર્ડ નં.5માં ભરતભાઇ હરીભાઇ વાણીયા, શરીફાબેન અશરફભાઇ રફાઇ, રફીકભાઇ ઇસ્માઇલભાઇ ડોસાણી, ઇરફાનભાઇ અબ્દુલભાઇ કાદર તેમજ વોર્ડ નં.6માં દીપ્તીબેન તુષારભાઇ ભાલોડીયા, ભાનુબેન ભાણજીભાઇ સવસાણી, ગોવિંદભાઇ મુળજીભાઇ દલસાણીયા, દિનેશભાઇ ભિમજીભાઇ મકવાણા તેમજ વોર્ડ નં.7માં વંભભાઇ મોહનભાઇ પરમાર, લક્ષમણભાઇ વસ્તાભાઇ પરમાર, શાંતુબા સહદેવસિંહ જાડેજા અને સવિતાબેન વસરામભાઇ વરૂની પસંગ કરવામાં આવી છે, નગરપાલિકાના ચુંટણીના ઇન્ચાર્જ પુર્વ ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, મેઘજીભાઇ ચાવડા, રસીકભાઇ ભંડેરી સહિતના અગ્રણીઆે હાજર રહ્યાં હતાં.

હાલારની છ નગર પાલિકાની 164 બેઠક માટે 672 મુરતીયા મેદાનમાં

હાલારની છ નગરપાલિકાની ચૂંટણી આગામી તા.17ના રોજ આવી રહી છે ત્યારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે હાલારની કુલ 164 બેઠક માટે 672 ફોર્મ ભરાયાં હતાં, અંતિમ દિવસે 314 ઉમેદવારી પત્રકો ભરાયાં હતા જેમાં સૌથી વધુ ધ્રાેલમાં 166 અને સૌથી આેછા સલાયામાં 57 ઉમેદવારી પત્રકો ભરાયા હતાં આવતી કાલ તા.6ના રોજ ઉમેદવારો ફોર્મ પરત ખેંચી શકશે.

કાલાવડ નગરપાલિકામાં સાત વોર્ડમંા 79, ધ્રાેલમાં 7 વોર્ડમાં 166, જામજોધપુરમાં 7 વોર્ડમાં 132, સલાયામાં 7 વોર્ડમાં 57, ભાણવડમાં 6 વોર્ડમાં 111 અને દ્વારકામાં 7 વોર્ડ 127 પત્રકો ભરાયાં હતાં, આજરોજ ઉમેદવારી પત્રકની ચકાસણી કરવામાં આવશે, અને ઉમેદવારી પત્રકો પાછા ખેંચવામાં આવશે ત્યારે આખુ ચિત્ર સ્પષ્ટ થઇ જશે.

print

Comments

comments

VOTING POLL