દ્વારાકાધીશ સોસાયટીના રજપુત યુવાન ઉપર વ્યાજખોરોનો પાઈપ વડે હુમલો

February 17, 2017 at 3:01 pm


શહેરના જામનગર રોડ પર કૃષ્ણનગર મેઈન રોડ પર દ્વારકાધીશ સોસાયટીમાં રહેતા રજપુત યુવાન પર ઓમનગર પાસે વ્યાજખોરોએ પાઈપથી હમલો કયર્નિી ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે બે મહિનાનું વ્યાજ ચડી જતાં વાત કરવાના બહાને બોલાવી ગઢવી શખસ સહિત ત્રણ શખસો તુટી પડયા હતા.
જાણવા મળતી વિગત મુજબ કૃષ્ણનગર મેઈન રોડ પર ગોકુલધામ પાછળ જય દ્વારકાધીશ સોસાયટી-1માં રહેતો અને જમીન મકાન લે-વેચનું કામ કરતો અમીત પ્રવિણભાઈ વાઘેલા ઉ.વ.23 નામના રજપુત યુવાનને ગઈકાલે સાંજે મવડી 150 ફૂટ રિંગ રોડ પર ઓમનગર પાસે વાત કરવાના બહાને બોલાવી નવલનગરમાં મુન્નો ગઢવી અને તેની સાથેના બે શખસોએ ઢીકાપાટુનો માર મારી પાઈપથી હમલો કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
આ અંગે તાલુકા પોલીસ મથકના એએસઆઈ એ.એમ.જાલાએ અમીતની પરિયાદ પરથી ત્રણેય શખસો સામે ગુનો નોંધ્યો છે ફરિયાદમાં જણાવવા મુજબ અમીતે પૈસાની જરિયાત હોવાથી મુન્ના ગઢવી પાસેથી ા.10 હજાર વ્યાજે લીધા હતા જેનું દર મહિને ા.1000 વ્યાજ ચુકવતો હતો પરંતુ બે મહિનાનું વ્યાજ ચડી જતાં તે બાબતે વાત કરવા બોલાવીને હમલો કયર્નિું જાણવા મળ્યું છે. રિક્ષાભાડા બાબતે ઝઘડો કરી આધેડને માર માર્યો
મોરબી રોડ પર ખોડિયાર પાર્ક શેરી નં.3માં રહેતા વિનોદભાઈ ઘેલાભાઈ બોરીચા ઉ.વ.47 નામના આધેડ પારેવડી ચોકમાં ગાત્રાળ ચાની હોટલ પાસે હતા ત્યારે રોહિદાસપરામાં રહેતા રિક્ષાચાલક દિલાએ ભાહા બાબતે ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારી આંખ પાસે કઈક મારી દેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ અંગે બી ડીવીઝન પોલીસ મથકના પીએસઆઈ એસ.આર.વએ વિનોદભાઈની ફરિયાદ પરથી દિલો રિક્ષાવાળો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL