ધંધામાં રોકાણના બહાને રૂપિયા ૫૦ લાખની રકમની છેતરપિંડીની ફરિયાદ

July 17, 2017 at 12:25 pm


શહેરના કોમર્સ છ રસ્તા પાસે રહેતા એક વ્યક્તિ પાસેથી ધંધામાં રોકાણ કરવાના બહાને ત્રણ માસ માટે લેવામાં આવેલી રૂપિયા ૫૦ લાખની રકમ પરત ન કરવામાં આવતા રાધે ડેવલપર્સના ભાગીદારો વિરુદ્ધ નવરંગપુરા પોલીસ મથકમાં છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ અંગે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, શહેરના કોમર્સ છ રસ્તા પાસે આવેલા શ્રીજી નિવાસ ખાતે રહેતા દર્શન મહેતા પાસેથી ચીનુભાઈ ટાવર ખાતે રાધે ડેવલપર્સના નામે ઓફિસ ધરાવતા ભાગીદારોએ ધંધામાં રોકાણ કરવા ત્રણ મહિનાની મુદત માટે વર્ષ ૧૯૯૭માં રૂપિયા ૫૦ લાખની લોન લીધી હતી.

દરમિયાન રાધે ડેવલપર્સના અસીત પટેલ, મધુબહેન પટેલ, જહાનવી પટેલ સહિતના ભાગીદારોએ ૫૦ લાખની લોન સામે ફરિયાદીને સિક્યોરિટી પેટે શહેરના બોડકદેવ વિસ્તારના ત્રણ ફ્લેટ આપ્યા હતા. જે બોગસ દસ્તાવેજાના આધારે અપાયા હોવાની પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. નવરંગપુરા પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે રાધે ડેવલપર્સના ભાગીદારો વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL