ધારાસભાની પ્રથમ તબકકાની ચૂંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ: ફોર્મ ભરવાનું શરૂ

November 14, 2017 at 11:43 am


ગુજરાત વિધાનસભાની 182 પૈકી પ્રથમ તબકકામાં 89 બેઠકની ચૂંટણીઓ આગામી તા.9 ડિસેમ્બરના રોજ યોજાનારી છે. ચૂંટણીનું જાહેરનામું દરેક જિલ્લા કલેકટરોએ પ્રસિધ્ધ કર્યું છે અને તે સાથે જ આજથી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. જો કે, ભાજપ-કોંગ્રેસ દ્વારા હજુ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત સત્તાવાર રીતે કરવામાં આવી ન હોવાથી આજે પ્રથમ દિવસે ફોર્મનો થોડા-ઘણા પ્રમાણમાં ઉપાડ થયો હતો તે સિવાય પ્રમાણમાં ટાઢોડું રહ્યું છે. તા.16 પછી ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો જાહેર થવાના હોવાથી ગુરુવાર પછી ગરમાવો આવશે તેમ જણાઈ રહ્યું છે. પ્રથમ તબકકાની 89 બેઠકની ચૂંટણીમાં કુલ 2.1 કરોડ મતદારો નોંધાયેલા છે.
આજે રાજકોટ ઉપરાંત કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, દેવભૂમિ દ્વારકા, અમરેલી, ભાવનગર, બોટાદ, નર્મદા, ભચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાના કલેકટરોએ પોતપોતાના વિસ્તારની વિધાનસભાની ચૂંટણી સંદર્ભે જાહેરનામા પ્રસિધ્ધ કયર્િ છે. આજથી ફોર્મ ભરવાનું ચાલુ થયું છે અને તા.22ના રોજ ફોર્મની ચકાસણી કરાશે. ફોર્મ પાછા ખેંચવાની અંતિમ તા.24 નવેમ્બરની છે. તા.9 ડિસેમ્બરના મતદાન અને તા.18 ડિસેમ્બરના મત ગણતરી હાથ ધરવામાં આવશે.
ફોર્મ ભરતી વખતે શક્તિ પ્રદર્શન કરવામાં આવતા હોય છે પરંતુ તેના કારણે કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાનું તંત્ર માટે મુશ્કેલ બનતું હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને છેલ્લા ઘણા વર્ષોથી ફોર્મ ભરતી વખતે રિટર્નિંગ ઓફિસર સમક્ષ જે તે ઉમેદવાર અને તેમની સાથેના ચાર મળી વધુમાં વધુ પાંચ વ્યક્તિઓ હાજર રહી શકે છે. જે સ્થળે ફોર્મ ભરવાના હોય છે તે સ્થળની આસપાસના 100 મીટરની ત્રિજીયામાં ઉમેદવાર કે રાજકીય પક્ષ ત્રણ કે તેથી વધુ વાહનો લઈ જઈ શકતા નથી. પ્રત્યેક ઉમેદવાર વધુમાં વધુ ચાર ફોર્મ ભરી શકે છે અને ા.28 લાખની મયર્દિામાં ચૂંટણી માટે ખર્ચ કરી શકે છે.
ગઈકાલે તમામ મતદાન મથકો માટે ઈવીએમ અને વીવીપેટનું ફર્સ્ટ રેન્ડેમાઈઝેશન રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું. દરેક વિધાનસભા મત વિસ્તારમાં કેન્દ્રીય ચૂંટણીપંચે ખર્ચના ઓબ્ઝર્વરની નિમણૂક કરી દીધી છે તે મુજબ આજે ખર્ચના ઓબ્ઝર્વર સાથે જે તે જિલ્લાના કલેકટરોની બેઠક યોજવામાં આવી હતી. પ્રથમ અને બીજા તબકકામાં 182 બેઠકોની ચૂંટણી યોજાશે અને તે માટે ખર્ચના 66 ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવેલ છે.
વીવીપેટનો પ્રથમ વખત ઉપયોગ થઈ રહ્યો છે અને તેના કારણે પ્રત્યેક મતદાર દીઠ સાત સેક્ધડ વધુ લાગે છે. મતદાનની સમગ્ર પ્રક્રિયામાં કુલ એક કલાક 45 મિનિટ વધુ લાગતી હોવાથી મતદાનનો સમય વધારવાની માગણી કરતી દરખાસ્તો જિલ્લા કલેકટરો દ્વારા ચૂંટણીપંચને કરવામાં આવી હતી પરંતુ મતદાનનો સમય વધારવાની પંચે સ્પષ્ટ ના પાડી દીધી છે અને તેથી આ વખતે મોડીરાત સુધી મતદાન ચાલુ રહે તેવી શકયતા છે. મતદાન પુરો થવાનો સમય સાંજના 5 વાગ્યા સુધીનો છે અને પાંચ વાગ્યા સુધીમાં જે મતદારો મતદાન મથકમાં પ્રવેશ મેળવી લેશે તેમને મતદાન કરવા દેવામાં આવશે. પાંચ વાગ્યા પછી મતદાન કેન્દ્રમાં ‘નો એન્ટ્રી’ હોવાથી અનેક લોકો મતદાનથી વંચિત પણ રહે તેવી ભીતિ છે.

print

Comments

comments

VOTING POLL