ધારાસભ્યો-સંસદસભ્યોના પ્રશ્નોના જવાબ 15 દિવસમાં આપી દેવા અગ્રસચિવનો આદેશ

January 9, 2019 at 11:13 am


ધારાસભ્યો-સંસદસભ્યોના પ્રશ્નોના નિરાકરણ આવતા નથી અને પત્રોના જવાબ પણ આપવામાં આવતા નથી તેવી મતલબની ફરિયાદ વ્યાપક બન્યા બાદ કેબિનેટની ગત બેઠકમાં તેની ચર્ચા કરવામાં આવી હતી અને આ ચર્ચા બાદ ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના અગ્રસચિવ સી.વી.સોમે આ સંદર્ભે ખાસ પરિપત્ર બહાર પાડી ધારાસભ્યો-સંસદસભ્યોના પ્રશ્નોના જવાબ 15 દિવસની સમય મર્યાદામાં આપી દેવાના રહેશે તેવો હુકમ કર્યો છે.

પરિપત્રમાં જણાવાયા મુજબ ધારાસભ્યો કે સંસદસભ્યોના પત્રો મળ્યા બાદ એક અઠવાડિયામાં તેની પહાેંચ આપવાની રહેશે પરંતુ પહાેંચને વચગાળાનો જવાબ ગણવામાં નહી આવે. કોઈ અનિવાર્ય કારણસર 15 દિવસની સમય મર્યાદામાં જવાબ આપવાનું શકય ન હોય તો વચગાળાનો જવાબ આપવાનો રહેશે. જે કિસ્સામાં ધારાસભ્યો કે સંસદસભ્યો દ્વારા સેવા વિષયક બાબતો જેવી કે બદલી, બઢતીની ભલામણ થયેલ હોય તેવા કિસ્સામાં સંબંધિત કર્મચારી-અધિકારીના ખાનગી અહેવાલમાં તેની નાેંધ કરવાની અગાઉની સૂચનાનો અમલ કરવાનો રહે.

જ્યારે રાજ્યના વહીવટીતંત્ર, મેજિસ્ટ્રેટ, કલેકટર, નાયબ કલેકટર સામેની ફરિયાદો હોય તેવા કિસ્સામાં ત્વરીત કાર્યવાહી કરવી પડશે અને તે અંગેનો અહેવાલ સરકારને પત્ર મળ્યાના 15 દિવસમાં મોકલી આપવાનો રહેશે.

પત્રની સાથોસાથ જો કોઈ કિસ્સામાં ઈ-મેઈલથી ફરિયાદ મળે તો તેના જવાબ આપવામાં પણ સમય મર્યાદાનો ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે.

print

Comments

comments

VOTING POLL