ધારાસભ્ય જયરાજસિંહ સહિત ત્રણના જામીન સુપ્રીમ દ્વારા મંજૂર: ગુજરાત પ્રવેશ ઉપર પ્રતિબંધ

October 6, 2017 at 12:58 pm


ગોંડલમાં 2004ની સાલમાં નિલેશ રૈયાણીની હત્યાના કેસમાં છેલ્લે હાઈકોર્ટ દ્વારા આજીવન કેદની સજા પામેલા ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સહિત ત્રણે આરોપીએ સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટના હકમ સામે અપીલ નોંધાવ્યા બાદ કરેલી જામીન અરજી સુપ્રીમે ગુજરાતમાં નહીં પ્રવેશવા સહિતની શરતો સાથે મંજૂર કરી છે.
ગોંડલમાં રાજવાડીની જમીન મુદે ચાલતા ડખ્ખામાં અગાઉ વિક્રમસિંહ પ્રવીણસિંહ રાણાની હત્યા બાદ 2004ની સાલમાં ગોંડલના જેશીંગ કાળા ચોક વિસ્રમાં નિલેશ રૈયાણીની હત્યા થઈ હતી. આ બનાવમાં ઈજાગ્રસ્ત જયેશ સાટોડિયાની ફરિયાદ અને તપાસના આધારે પોલીસે ધારાસભ્ય જયરાજસિંહ ટેમુભા જાડેજા, મહેન્દ્રસિંહ ઉર્ફે ભગત પ્રવીણસિંહ રાણા, જયંતીભાઈ ઢોલ સહિત 16 શખસો સામે ગુનો નોંધી ચાર્જશીટ કર્યુ હતું.આ કેસ ગોંડલ એડિશનલ સેશન્સ કોર્ટમાં લાંબો સમય ચાલ્યા બાદ રાજકોટ સેશન્સ કોર્ટમાં ટ્રાન્સપર થયો હતો. જેમાં રાજકોટ સેશન્સે એક આરોપીને સજા અને બાકીના જયરાજસિંહ સહિતના આરોપીઓનો છૂટકારો ફરમાવ્યો હતો.

રાજકોટ સેશન્સના ચુકાદા સામે સરકાર પક્ષ, ફરિયાદી, તેમજ સજા પામેલા આરોપી વગેરેએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. તેમાં ગુજરાત હાઈકોર્ટે રાજકોટ સેશન્સના ચૂકાદામાં ફેરફાર કરીને સજા પામેલા એક આરોપીને છોડી મુકવા અને અન્ય ત્રણ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ રાણા ઉર્ફે ભગત અને અક્ષરજીતસિંહ જાડેજાને આજીવન કેદનો હકમ કર્યો હ્તો. તેમાં તા.30 સપ્ટેમ્બર સુધીમાં સરન્ડર થવા જણાવ્યું હતું.
તેમાં હાઈકોર્ટના આ હકમને ધારાસભ્ય સહિતના આરોપીઓએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. તેમાં આરોપીઓએ સજા સ્ટે કરવાની અને જામીન અરજીઓ કરી હતી. તેમાં સુપ્રીમ કોર્ટે સજા સ્ટે કરવાની અરજી નામંજૂર કરી તા.30 સુધીમાં સરન્ડર થઈ જવા જણાવ્યું હતું. ત્યારબાદ ત્રણેય આરોપી ગોડલ અદાલત સરન્ડર થતાં ગોંડલ સબજેલના હવાલે કરાયા હતા. દરમિયાન જામીન અરજીની મુદત ગઈ તા.3જીએ બે દિવસ પછી રાખવા સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું. તેમાં આજની મુદતે સુપ્રીમ કોર્ટ દ્વારા ધારાસભ્ય જયરાજસિંહ ટેમુભા જાડેજા, મહેન્દ્રસિંહ ઉર્ફે ભગત પ્રવીણસિંહ રાણા અને અમરજીતસિંહ જાડેજાની જામીન અરજી પાંચ લાખના સોલ્વંશી સાથે શરતી મંજૂર કરી હતી તેમાં આરોપીઓએ ગુજરાતની હદમાં નહીં પ્રવેશવા, પાસપોર્ટ જમા કરાવી દેવા સહિતની શરતો રખાઈ છે.
આ કેસમાં સુપ્રીમ કોર્ટમાં આરોપીઓ વતી મહેશ જેઠમલાણી, વિકાસ મલેક, મનિષ અગ્રવાલ, ગોંડલના નરેન્દ્રસિંહ ઝાલા, પ્રશાંત ખંઢેરિયા અને ફકીરભાઈ શેખ રોકાયા છે.

print

Comments

comments

VOTING POLL