ધારાસભ્ય વસોયા આજે જળસમાધિ લેશેંઃ ભુખી ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું

August 11, 2018 at 11:51 am


ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ આજે 11 તારીખના રોજ ભુખી ગામે ભાદર-2 ડેમ ખાતે જળસમાધિ લેવાની ચીમકી આપી હોય જેના પગલે તંત્ર હાઈ-એલર્ટ કરી દેવામાં આવ્યું છે. 11 ધારાસભ્યો તથા હાદિર્ક પટેલ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત આ સંમેલનમાં રહેવાના છે.

આજે સવારે ભુખી ગામ પહાેંચે તે પૂર્વે ધારાસભ્ય લલિત વસોયાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, છેલ્લા સાત-આઠ મહિનાથી તેઆે પ્રદૂષિત પાણી ભાદર નદીમાં ઠાલવવા બાબતે આંદોલન ચલાવી રહ્યા છે અનેક વાર રજૂઆતો કરી છે. વધુ વિગત આપતા ધારાસભ્ય વસોયાએ જણાવ્યું હતું કે, ભાદર બચાવો અભિયાનના પગલે ભુખી ગામે આજે એક સંમેલન રાખ્યું છે. મારા 11 સાથી ધારાસભ્યો આવવાના છે સાથે હાદિર્ક પટેલ પણ આ સંમેલનમાં ઉ5સ્થિત રહેવાના છે. આ સંમેલન બાદ મે જે ચીમકી આપી છે કે પ્રદૂષિત પાણી ફેલાવતા લોકો સામે પગલાં લેવા અને જો નો લેવામાં આવશે તો હું જળસમાધિ લઈશ. જે ચીમકીની વાત છે તે આ સંમેલન પૂર્ણ થયા બાદ સાડા અગિયાર કે બાર વાગ્યાના સમય દરમિયાન જળસમાધિ લેવાનો છું. આટલી બધી રજૂઆતો કરવાં છતાં પણ સતત આઠ કે નવ મહિનાથી સરકારને રજૂઆત કરું છું. અત્યાર સુધીમાં સરકાર તરફી કોઈપણ જાતની પગલાં લેવામાં નથી આવ્યા. અત્યારે પણ ભાદર નદીની અંદર પ્રદૂષિત પાણી ઠાલવવામાં આવે છે. પ્રદૂષણ બોર્ડના મેમ્બર સેક્રેટરીને પણ કીધુ છે. અત્યારે તમે મારી સાથે આવો, હું પ્રત્યક્ષ તમને ભાદર ડેમની અંદર પ્રદૂષિત પાણી છોડવામાં આવે છે તે હું તમને પ્રત્યક્ષ બતાવું તેમ પત્રકારોને લલિત વસોયાએ જણાવ્યું હતું.

ત્યારબાદ ભુખી ગામ ખાતે આજે ધારાસભ્ય લલિત વસોયા જળસમાધિ લેવાના હોય તે સ્થળે સંમેલનની પૂરજોશમાં તૈયારીઆે જોવા મળી રહી છે. પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને લોકોના ટોળેટોળાં જોવા મળી રહ્યા છે.

જામજોધપુરના ધારાસભ્ય અને હાદિર્ક પટેલ ભુખી ગામે પહાેંચશે

ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ આજે પ્રદૂષિત પાણીના પ્રñે ભુખી ગામે ભાદર-2 ડેમમાં જળસમાધિ લેવાની જાહેરાત કરી હોય જેના પગલે જામજોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલરીયા તથા હાદિર્ક પટેલ પહાેંચી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. તંત્ર દ્વારા હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એસપી અને કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઆે પળે પળની ગતિવિધિ પર નજર રાખી રહ્યા છે.

ધોરાજીના ધારાસભ્ય જળસમાધિ લેવા તત્પરઃ કાર્યાલયે હજારો સમર્થકો ઉમટી પડયાઃ હજી સુધી તંત્ર દ્વારા ધારાસભ્યને રોકવામાં પણ આવ્યા નથી

ધોરાજી ખાતે આવેલ ભાદર-2 ડેમમાં જેતપુરના ઉદ્યાેગો દ્વારા વર્ષોથી ગંદુ પાણી છોડવામાં આવે છે અને તે પાણી ભાદર – 2 ડેમ જૂથ યોજના મારફતે ધોરાજી તાલુકાના અનેક ગામડાઆે ઉપરાંત બીજા ઘણા જ શહેરી વિસ્તારોમાં લોકોના રોજિંદા વપરાશ તથા સિંચાઈ માટે આપવામાં આવે છે.પરંતુ ભાદર-2 ડેમના દૂષિત પાણીને લીધે આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં રોગચાળો ફાટી નીકળેલ છે.જેને લઈને આ વિસ્તારના ખુદ ધારાસભ્ય વસોયાએ આ પ્રશ્ને લડત આપી સરકારને ઘટતું કરવા સુચવેલ હતું તથા જો પગલાં ન લેવાયે પોતે ભાદર નદીમાં સમર્થકો સાથે આજ રોજ જલસમાધી લેશે તેની પણ ચીમકી ઉચ્ચારેલ હતી.પરંતુ તંત્ર દ્વારા કોઈપણ પગલાં ન લેવાતા આજ રોજ ધારાસભ્ય સહિત હાદિર્ક પટેલ તથા બીજા અગિયાર જેટલા ધારાસભ્યો તથા હજારો સમર્થકો ભાદર નદી ખાતે ઉપસ્થિત રહી ધારાસભ્યની લડતને વેગ આપવા તેમની સાથે જલસમાધી લેવા તત્પર છે.ત્યારે જોવાનું એ રહ્યું કે હજી પણ તંત્ર ઉદાસીનતા જ સેવશે કે પછી જલસમાધી લેતા ધારાસભ્ય તથા તેમના સમર્થકોને અટકાવશેંં

મોટીપાનેલી ખાતે મુખ્યમંત્રીનો કાર્યક્રમઃ તંત્ર એલર્ટ

ભુખી ગામ ખાતે આજે ધારાસભ્ય લલિત વસોયા અને તેમના 11 સાથી ધારાસભ્યોની હાજરીમાં જળસમાધિનો કાર્યક્રમ આજે હોય અને સાથે સાથે મોટી પાનેલી ગામે મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોય. ભુખી ગામ અને મોટીપાનેલી વચ્ચે મોટુ અંતર ન હોય તથા મોટીપાનેલી ખાતે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહેવાના હોય જેથી તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે.

print

Comments

comments

VOTING POLL